ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથ સંન્યાસ લઈ લીધો
ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથ સંન્યાસ લઈ લીધો
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે 35 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા કહી દીધું. 2018માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ વખત રમનાર પાર્થિવ પટેલ હવે ક્રિકેટના એકેય ફોર્મેટમાં રમતા જોવા નહિ મળે. વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર 17 વર્ષની ઉંમરે જ પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પાર્થિવ પટેલ આ વર્ષે આઈપીએલમાં આરસીબીનો ભાગ હતા, પરંતુ તેમને એકેય મેચ રમવાનો મોકો નહોતો મળ્યો.

Recommended Video

પાર્થિવ પટેલે ટ્વિટર દ્વારા ક્રિકેટને અલવિદા કહેવાનું એલાન કર્યું છે. પટેલે લખ્યું, "હું આજે મારા 18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરની અલવિદા કહી રહ્યો છું. બીસીસીઆઈએ મારા પર ભરોસો જતાવતાં 17 વર્ષની ઉંમરમાં જ મને ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો. બીસીસીઆઈએ જેવી રીતે મારો સાથ આપ્યો છે તેના માટે હું હંમેશા આભારી રહીશ."
પાર્થિવ પટેલે એ તમામ કેપ્ટનોનો આભાર વ્યક્ત કર્યો જેમની આગેવાનીમાં તેઓ ટીમ ઈન્ડિયા માટે રમ્યા છે. ખાસ કરીને સૌરવ ગાંગુલીને આભાર વ્યક્ત કરતા પાર્થિવ પટેલે લખ્યું કે, 'દાદાનો હું હંમેશા આભારી રહીશ. એક કેપ્ટન તરીકે ગાંગુલીએ હંમેશા મારો સાથ આપ્યો અને તેમની સાથે રમવું મારા માટે સૌભાગ્યની વાત રહી.'
પાર્થિવ પટેલે પરિવારને સમય આપવા માટે ક્રિકેટને અલવિદા કહેવાનું એલાન કર્યું છે. પાર્થિવ પટેલનું કહેવું છે કે તેઓ એક ક્રિકેટર તરીકે પોતાની જિંદગી જીવી ચૂક્યા છે અને તેમના પર પિતા તરીકે કેટલીક જવાબદારીઓ છે જેને હવે તેઓ પૂરી કરવા માંગે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
