For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં સ્મિથ અને વોર્નરનું કમબેક

વર્લ્ડ કપ 2019 માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાની 15 સદસ્યોની ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2019 માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાની 15 સદસ્યોની ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થઇ ચુકી છે. ઑસ્ટ્રેલિયન ટીમ ઇંગ્લેન્ડની જમીન પર પોતાનો વર્લ્ડ કપ ખિતાબ બચાવવા માટે ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015 દરમિયાન ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

Steve Smith and David Warner

આ વખતે એરોન ફિન્ચને ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટન શિપ સોંપવામાં આવી છે. બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધ પછી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ઑસ્ટ્રેલિયન ટીમ વાપસી થઇ છે. આ બંને ખેલાડીઓ હાલમાં આઇપીએલ રમી રહ્યા છે. સ્ટીવ સ્મિથ રાજસ્થાન ટીમનો ભાગ છે જયારે ડેવિડ વોર્નર હૈદરાબાદ તેમનો હિસ્સો છે. બંને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: World Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા

જયારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન પીટર હન્ડસકોમ્બને જગ્યા નથી મળી શકી. હાલમાં જ તેને ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સ્મિથ અને વોર્નરની વાપસીને કારણે તેને ટીમના જગ્યા નથી મળી શકી અને વર્લ્ડ કપનું તેનું સપનું તૂટી ગયું છે. વર્ષ 2015 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર્કને ટીમમાં જગ્યા મળી છે.

આ પણ વાંચો: IPL 2019:આ એન્કર્સે પોતાની સ્ટાઈલ, હોટનેસથી દરેક સિઝનને બનાવી ગ્લેમરસ

વર્લ્ડ કપ 2019 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરાન્ડોફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કુલ્ટર-નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, જે રિચારસન, સ્ટીવ સ્મિથ, એમ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોયનીસ, ડેવિડ વોર્નર અને એડમ ઝાંપા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Steve Smith and David Warner named in australia World Cup 2019 squad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X