For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા

World Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો સ્ક્વૉડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપની શરૂઆત 30 મેથી શરૂ થઈ રહી છે જેનો ફાઈનલ મુકાબલો 14 જુલાઈએ રમાશે. વિશ્વના આ સૌથી મોટા આઈસીસી ટૂર્નામેન્ટ માટે ન્યૂઝીલેન્ડે પોતાની 15 સભ્યોની ટીમની ઘોષણા કરી દીધી છે. ટીમમાં અનકેપ્ડ વિકેટકીપર અને બેટ્સમેન ટૉમ બ્લંડેલને સામેલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટિમ સિફર્ટને પણ મોકો મળ્યો છે, સિફર્ટ ઘરેલૂ ક્રિકેટ રમતી વખતે ઘાયલ થઈ ગયો હતો.

world cup 2019

ટીમ ઘોષિત કર્યા બાદ કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે વિલિયમસનની કપ્તાનીમાં અમારી ટીમે કેટલીય વાર સારં પ્રદર્શન કર્યું છે. મને વિશ્વાસ છે કે અમારી ટીમ ઈંગ્લેન્ડમાં ચમક દેખાડશે. તેમણે કહ્યું કે 15 ખેલાડીઓ સાથેની અમને એવી ટીમ મળી છે જે અમને ખિતાબ અપાવી શકે છે. ન્યૂઝીલેન્ડ વનડે રેંકિંગમાં ત્રીજા સ્થાન પર છે. આ ટીમ એક વાર પણ ફાઈનલમાં જગ્યા નથી બનાવી શકી. પરંત આ વખતે ટીમ વિલિયમસનની કપ્તાીમાં ટીમ કંઈક નવો કમાલ કરતી જોવા મળશે.

બ્લંડેલને ચાંદી જ ચાંદી

વર્લ્ડ કપનો ભાગ બની 28 વર્ષના ટૉમ બ્લંડેલની ચાંદી જ ચાંદી લાગી ગઈ છે. આ ખેલાડી વિકેટકીપર પણ છે. બેટિંગ પણ કરે છે અને સાથે જ લેગ સ્પિન બોલિંગમાં પણ માહેર છે. જો વર્લ્ડકપમાં તેમણે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનવાનો મોકો મળ્યો તો આ તેની પેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. બ્લંડેલ અત્યાર સુધીમાં 2 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 3 ટી20 મેચ રમી ચૂક્યો છે. તેમણે પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં 107 રનની નાબાદ ઈનિંગ રમી ટીમ પર વિશ્વસા જતાવ્યો હતો.

આ પણ વાંચો- World Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું

આવી છે 15 સભ્યોની સ્ક્વૉડ

કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ડ, કૉલિન ડી ગ્રાન્ડહોમ, લૉકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટૉમ લાથમ, કૉલિન મુનરો, જમી નીશમ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, રૉસ ટેલર.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
new zealand declared their 15 man squad for world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X