IPL Auction 2022: પહેલી વાર IPL ઑક્શનમાં જોવા મળી સુહાના ખાન, ભાઈ આર્યન પણ થયો સ્પૉટ

પહેલી વાર આઈપીએલ ઑક્શનમાં આર્યન ખાન અને સુહાના ખાનને બેંગલુરુમાં જોવામાં આવ્યા હતા.

મુંબઈઃ શુક્રવારે પ્રી-આઈપીએલ હરાજી બ્રીફિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને દીકરી સુહાના ખાનને બેંગલુરુમાં જોવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં આર્યન ખાન અને તેની બહેન સુહાના મેનેજમેન્ટ ટીમના સભ્યો અને કોલકત્તા નાઈટ રાઈડર્સના સીઈઓ વેંકી સાથે ગંભીર ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે.

સુહાના પહેલી વાર ઑક્શનમાં જોવા મળી

સુહાના પહેલી વાર ઑક્શનમાં જોવા મળી

તમને જણાવી દઈએ કે સુહાના પહેલી વાર આઈપીએલ ઑક્શનમાં જોવા મળી છે. જો કે, આર્યન ખાન ઘણી વાર જોવા મળી ચૂક્યો છે. વાયરલ થઈ રહેલા ફોટામાં આર્યન ખાને એક શર્ટની નીચે સફેદ ટી-શર્ટ પહેર્યુ છે અને માસ્ક લગાવ્યુ છે. વળી, સુહાનાએ શર્ટ પહેર્યુ છે અને કેકેઆરના લોગોવાળુ માસ્ક પણ લગાવ્યુ છે.

ગયા વર્ષે આર્યન ખાન સાથે જૂહી ચાવલાની દીકરી જોવા મળી હતી

ગયા વર્ષે આર્યન ખાન સાથે જૂહી ચાવલાની દીકરી જોવા મળી હતી

ભાઈ-બહેન સાથે જૂહી ચાવલાની દીકરી પણ બેઠેલી દેખાઈ રહી છે. ગયા વર્ષે તેને ઈવેન્ટમાં કેકેઆરના કો-ઑનર જૂહી ચાવલાની દીકરી જ્હાનવી મહેતા સાથે જોવામાં આવી હતી. જૂહી ચાવલાએ બંને સાથેનો એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે કેકેઆરના બાળકો, આર્યન અને જ્હાનવી બંનેને હરાજીના મેજ પર જોઈને ખૂબ ખુશી થઈ.

કેકેઆર પાસે બચ્યા છે 8 કરોડ રૂપિયા

કેકેઆર પાસે બચ્યા છે 8 કરોડ રૂપિયા

તમને જણાવી દઈએ કે કોલકત્તા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે આંદ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર અને સુનીલ નરેનને રિટેન કરી રાખ્યા છે. નાઈટ રાઈડર્સ પાસે 48 કરોડ રુપિયા બચ્યા છે અને ફેન્સ આ જોવા માટે ઉત્સુક છે કે આઈપીએલ મેગા હરાજીમાં કયા ખેલાડીઓ માટે તેમની પસંદગીની ટીમ જઈ રહી છે. હરાજી આજે સવારે 11 વાગ્યાથી શરુ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X