For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનીલ ગાવસ્કરે ઉઠાવી માગ, આ ઘાતક ઓલરાઉન્ડની ટીમ ઈન્ડિયામાં કરો વાપસી

ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયામાં ખતરનાક ઓલરાઉન્ડરને પરત લાવવાની માગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયામાં ખતરનાક ઓલરાઉન્ડરને પરત લાવવાની માગ કરી છે. આ ખેલાડી 5-6 વર્ષ પહેલા સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, હવે ગાવસ્કર આ ઘાતક ખેલાડીને ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા માગે છે.

સુનીલ ગાવસ્કરે આ માગ કરી

સુનીલ ગાવસ્કરે આ માગ કરી

સુનીલ ગાવસ્કરને ટીમ ઈન્ડિયામાં પરત લાવવા માગે છે, તે બીજું કોઈ નહીં પણ હિમાચલ પ્રદેશના ઋષિ ધવન છે. ઋષિ ધવને વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંપદાર્પણ કર્યું હતું અને તેણે અત્યાર સુધી માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ઋષિ ધવને બે વનડે અને એક ટી-20 મેચ રમી છે. તેણે તેની છેલ્લી ODI મેચ વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ઋષિ ધવને તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાંહિમાચલ પ્રદેશ માટે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને તેથી જ તેને ટીમમાં લાવવાની માગ કરવામાં આવી રહી છે.

ક્રિકેટરને પરત લાવવાની માગ

ક્રિકેટરને પરત લાવવાની માગ

વિજય હજારે ટ્રોફીની 2021/22 સિઝનમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ઋષિ ધવને ટુર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવ્યો હતો. ઋષિ ધવને હિમાચલ પ્રદેશ માટે 76.33ની એવરેજથી 458 રન બનાવ્યા, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 16 વિકેટ પણ લીધી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટલેનાર ત્રીજા બોલર હતો.

સ્પોર્ટ્સ ટોક પર વાતચીત દરમિયાન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, 'હાર્દિક પંડ્યાની અછતને પહોંચી વળવા માટે ઋષિ ધવનને ટીમમાં લાવી શકાય છે. તેમણે કહ્યું કેકોઈપણ ટીમમાં ઓલરાઉન્ડર અતિ મહત્વપૂર્ણ હોય છે. ગાવસ્કરે કહ્યું કે, 'ઋષિ ધવન 5-6 વર્ષ પહેલાં ભારત માટે રમી ચૂક્યો છે.

ભારતને ઝડપી બોલર અને ઓલરાઉન્ડરની જરૂર

ભારતને ઝડપી બોલર અને ઓલરાઉન્ડરની જરૂર

સુનીલ ગાવસ્કરે કહ્યું, 'આ વખતે તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તમે સાચા છો કે, ભારતને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની જરૂર છે. મેં હંમેશા કહ્યું છે કે, ભારતને 1983,1985, 2011, 2013માં જે સફળતા મળી હતી, તે ઓલરાઉન્ડરોના કારણે મળી હતી. જ્યારે પણ ટીમમાં કોઈ ઓલરાઉન્ડર હોય છે, ત્યારે કેપ્ટન અને પસંદગી સમિતિપાસે ઘણા વિકલ્પો હોય છે.

પંજાબ કિંગ્સે આ ખેલાડીને ખરીદ્યો

પંજાબ કિંગ્સે આ ખેલાડીને ખરીદ્યો

ઘરેલુ ક્રિકેટના સ્ટાર ખેલાડી ઋષિ ધવનને પંજાબ કિંગ્સે 55 લાખમાં ખરીદ્યો છે. ધવન તેની જ્વલંત બેટિંગ અને કિલર બોલિંગ માટે જાણીતો છે. તેની પાસે મેદાનનીચારે બાજુ સ્ટ્રોક લગાવવાની કળા છે.

ક્રિકેટ પંડિતોનું માનવું છે કે, જો ઋષિ ધવનને તક આપવામાં આવે તો તે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડી શકે છે. દરેકફોર્મેટમાં તે પોતાના સારા પ્રદર્શન સાથે હાજર થશે, જે વિરોધી ટીમની કમર તોડી કરી શકે છે. ઋષિ ધવન અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sunil Gavaskar demand return of this deadly all round into team India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X