Suryakumar Yadav record: સૂર્યકુમાર યાદવે તોડ્યા બે ટી20 રેકોર્ડ, કર્યું મોટું કારનામું
Suryakumar Yadav record: ક્રિકેટ જગતમાં રેકોર્ડ તુટતા અને બનતા રહે છે. જ્યારે પણ કોઈ મેચ રમાય છે, તો તેમાં ઘણા રેકોર્ડ તુટવાની અને બનવાની શક્યતા રહે છે.
હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 સિરિઝ રમાઈ રહી છે. જેમાં પહેલી મેચમાં ભારતની 7 વિકેટથી શાનદાર જીત થઈ હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં બોલર્સે 127 રન પર બાંગ્લાદેશને ઓલઆઉટ કર્યું હતું. જેના જવાબમાં ભારતે 11.5 ઓવરમાં 132 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 29 રનની ઈનિંગ રમી હતી, આ ઈનિંગમાં સૂર્યાએ 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવ T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ સિક્સર મારનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
સૂર્યા અત્યાર સુધી T-20 ઈન્ટરનેશનલમાં 139 સિક્સર ફટકારી ચૂક્યો છે. આમ કરીને સૂર્યાએ એક સાથે જોસ બટલર અને મેક્સવેલને પાછળ છોડી દીધા છે.

અત્યાર સુધીમાં જોસ બટલર T-20 ઇન્ટરનેશનલમાં 137 સિક્સર અને મેક્સવેલ 134 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો છે. ભારત માટે રોહિત શર્માએ T20Iમાં 205 સિક્સર ફટકારી છે.
બીજા ક્રમે માર્ટેલ ગુપ્ટિલ છે, જેના નામે 173 સિક્સ છે. પુરને તેની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં અત્યાર સુધીમાં 144 સિક્સર ફટકારવામાં સફળતા મેળવી છે.
T20I ફોર્મેટમાં સૌથી વધુ સિક્સ
- 205 - રોહિત શર્મા
- 173 - માર્ટિન ગુપ્ટિલ
- 144 - નિકોલસ પૂરન
- 139 - સૂર્યકુમાર યાદવ*
- 137 - જોસ બટલર
- 134 - ગ્લેન મેક્સવેલ
આ સાથે જ અર્શદીપ સિંહ T-20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપે અત્યાર સુધી T-20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ઓવર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી છે.
આ મામલામાં બુમરાહે ત્રણ અને હાર્દિકે પણ ત્રણ વિકેટ ઝડપી છે. ભારતનો અર્શદીપ સિંહ મેચમાં 3.5 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
આવા સમયે, ત્રણ વર્ષ પછી T-20 ઇન્ટરનેશનલમાં વાપસી કરી રહેલા વરુણ ચક્રવર્તીએ પણ શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, મયંક યાદવ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
ભારત તરફથી સંજુ સેમસને 29 રનની ઇનિંગ રમી હતી, તો હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.
ભારતીય ટીમ હવે ત્રણ મેચની T-20 શ્રેણીમાં 1-0 થી આગળ છે. હવે શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં રમાશે.
.@surya_14kumar was at his best tonight 😎💥#TeamIndia have raced to 65/2 in 5.3 overs 💪
— BCCI (@BCCI) October 6, 2024
Live - https://t.co/Q8cyP5jXLe#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/lFi0CE6L9P












Click it and Unblock the Notifications
