For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC: પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે બનાવ્યા 172 રન, જીતવા ઉતરશે ઓસ્ટ્રેલિયા

UAEમાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે, જેની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે દુબઈના મેદાન પર રમાઈ રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહો

|
Google Oneindia Gujarati News

UAEમાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે, જેની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે દુબઈના મેદાન પર રમાઈ રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. રોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને હવે ટાઇટલ જીતવા માટે 173 રનની જરૂર છે. કપ્તાન કેન વિલિયમ્સે 48 બોલમાં 85 રન બનાવી ન્યુઝીલેન્ડને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

Cricket

ઉલ્લેખનિય છેકે છેલ્લા બે મહિનામાં યુએઈમાં રમાયેલી સાંજની મેચોમાં ટીમો ટોસ જીતીને સીધી બોલિંગમાં જતી જોવા મળી છે, કારણ કે બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે તેમને ઝાકળની મદદ મળે છે. T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી કુલ મેચોમાં માત્ર 6 જ છોડીને, અહીં ટીમોએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને જીત મેળવી છે.

ટોસ જીતનારી ટીમનો દબદબો રહ્યો છે

બીજી તરફ દુબઈના મેદાન પર રમાયેલી છેલ્લી 17 મેચોની વાત કરીએ તો ટોસ જીતનારી ટીમે રનનો પીછો કરવાનો નિર્ણય લીધો છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર એક જ વાર જીતી શકી છે. આ મેચ IPL 2021ની ફાઇનલ મેચ હતી, જેમાં CSKની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ તેમ છતાં તેઓ KKR સામે રનનો બચાવ કરવામાં સફળ રહી હતી.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, કેન વિલિયમસન (સી), ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ (વિકેટમાં), જેમ્સ નીશમ, મિશેલ સેંટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ.
ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવન: એરોન ફિન્ચ (સી), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 WC: Batting first, New Zealand scored 172 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X