T20 WC: ICCએ જારી કરી અમ્પાયરોની જાહેરાત, ભારતના નીતિન મેનન પણ સામેલ
આગામી T20 વર્લ્ડ કપ માટે ICC દ્વારા 16 અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે 16 અમ્પાયરોની યાદીમાં ભારતના એકમાત્ર અમ્પાયર નીતિન મેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિન મેનનને ગત T2
આગામી T20 વર્લ્ડ કપ માટે ICC દ્વારા 16 અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે 16 અમ્પાયરોની યાદીમાં ભારતના એકમાત્ર અમ્પાયર નીતિન મેનનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિન મેનનને ગત T20 વર્લ્ડ કપમાં પણ ICCની એલિટ પેનલમાં સામેલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ICC એલિટ પેનલમાં એકમાત્ર ભારતીય અમ્પાયર નીતિન મેનન ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે.

4 છેલ્લા વર્લ્ડકપમાં પણ હતા અમ્પાયર
ICCએ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ અને સુપર 12 તબક્કા માટે અધિકારીઓની જાહેરાત કરી છે. ICC દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર અમ્પાયર કરશે. તેમાંથી રિચર્ડ કેટલબોરો, નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મેરાઈસ ઈરાસ્મસ 2021ની ફાઇનલમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યુ હતુ ત્યારે તે અમ્પાયર હતા."
અમ્પાયરો ઉપરાંત આઈસીસીએ મેચ રેફરીઓના નામ પણ જાહેર કર્યા છે. મેચ રેફરી પેનલનું નેતૃત્વ રંજન મદુગલે કરશે, જે ચાર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાંથી એક છે. આ તમામ ભૂતપૂર્વ ક્રિકેટરો મેચ રેફરી હશે. મદુગલે ઉપરાંત તેમાં ઝિમ્બાબ્વેના એન્ડ્રુ પાયક્રોફ્ટ, ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રોડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂનનો સમાવેશ થાય છે.
ICC પુરૂષ T20 વર્લ્ડ કપ માટે ICC ઇલાઇટ પેનલ
મેચ રેફરી: એન્ડ્રુ પાયક્રોફ્ટ, ક્રિસ્ટોફર બ્રોડ, ડેવિડ બૂન, રંજન મદુગલે
અમ્પાયર: એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગફાની, જોએલ વિલ્સન, કુમારા ધર્મસેના, લેંગટન રસેરે, મેરાઈસ ઈરાસ્મસ, માઈકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો, રોફ કેટલબોરો.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો











Click it and Unblock the Notifications
