T20 World Cup 2022 : પાકિસ્તાન સામે જીતવા ભારત સામે 3 પડકાર, કરવા પડશે આ બદલાવ

T20 World Cup 2022 માં ભારત પાકિસ્તાન ટકરાશે. આ મેચ જીતવા માટે ભારત અને પાકિસ્તાન પોતાનો જીવ રેડી દેશે. આ મેચ જોવા માટે બંને દેશની જનતાને હાઇવોલ્ટેજ ડ્રામા જોવ મળશે.

T20 World Cup 2022 : 23 ઓકટોબરના રોજ ઐતિહાસિક દિવસ હશે, કારણ કે, આ દિવસે T20 World Cup 2022 માં ભારત પાકિસ્તાન ટકરાશે. આ મેચ જીતવા માટે ભારત અને પાકિસ્તાન પોતાનો જીવ રેડી દેશે. આ મેચ જોવા માટે બંને દેશની જનતાને હાઇવોલ્ટેજ ડ્રામા જોવ મળશે. આ મેચને બંને દેશની જનતા રમતથી ઉપર ગૌરવ સાથે જોડીને જુવે છે. આ મેચ જીતવા માટે ભારતે અમુક બદલાવ કરવા પડશે.

યુઝવેન્દ્ર ચહલનું ખરાબ ફોર્મ

યુઝવેન્દ્ર ચહલનું ખરાબ ફોર્મ

યુઝવેન્દ્ર ચહલ છેલ્લા બે વર્ષથી T20 ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. આ જ કારણ છે કે, તેને ગયા વર્ષે T20 વર્લ્ડ કપની ટીમમાંથીબહાર રહેવું પડ્યું હતું.

ચહલ મીડલ ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તાન સામે એશિયા કપમાં પણ તે ખૂબ જ સામાન્ય રહ્યો

હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા ચહલને વર્લ્ડ કપમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનાવે છે કે, પછી આર અશ્વિન સાથે જાય છે તે જોવું

રસપ્રદ રહેશે.

મીડલ ઓર્ડરમાં ડાબેરી બેટ્સમેનની જરૂર

મીડલ ઓર્ડરમાં ડાબેરી બેટ્સમેનની જરૂર

ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે સુપર ફોરમાં રિષભ પંતને તક આપી હતી. પંત શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ સામે ફાયદોઉઠાવી શક્યો હોત, પરંતુ તે કરી શક્યો નહીં.

ભારતીય ટીમમાં ઋષભ પંત અને અક્ષર પટેલ માત્ર બે ડાબા હાથના બેટ્સમેન છે. પંતનેરમવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી અક્ષરને થોડો વહેલો બેટિંગ માટે મોકલી શકાય છે.

સુરેશ રૈના હોય કે યુવરાજ સિંહ, ડાબા હાથનાબેટ્સમેનોએ ભારત માટે મીડલ ઓવરમાં ઘણા સફળ સાબિત થયા છે.

ટીમની સૌથી મોટી સમસ્યા ડેથ બોલિંગ

ટીમની સૌથી મોટી સમસ્યા ડેથ બોલિંગ

જસપ્રિત બુમરાહના બહાર થયા બાદ ડેથ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ પર રહેશે. પરત ફર્યા બાદ હર્ષલ પટેલ લયમાં જોવા મળ્યોનથી.

ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ડેથ ઓવરમાં મોંઘો સાબિત થયો છે. પાવરપ્લેમાં મોહમ્મદ શમી ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ ડેથ ઓવરમાં તેનો રેકોર્ડ પણ ખાસ રહ્યો નથી. જોકે, શમીને ઓસ્ટ્રેલિયાની પીચો પર બોલિંગમાં ફાયદો મળવાની અપેક્ષા છે.

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમઃ

અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રોહિત શર્મા (કેપ્ટન), હર્ષલ પટેલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમારયાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડીઓ :

સ્ટેન્ડબાય ખેલાડીઓ :

મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X