T20 World Cup 2022 : આજે ભારત-નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે, આ પ્લેયર ફટકારી શકે છે સદી
T20 World Cup 2022 (ind vs ned) : ટી20 વર્લ્ડ કપ 2022 માં પહેલી સગી દક્ષિણ આફ્રિકન ક્રિકેટ દ્વારા ફટકારવામાં આવી હતી. રિલી રોસોએ સીડનીના મેદાનમાં શાનદાર બેટિંગ કરી હતી.
T20 World Cup 2022 (ind vs ned) : ટી20 વર્લ્ડ કપ 2022 માં પહેલી સગી દક્ષિણ આફ્રિકન ક્રિકેટ દ્વારા ફટકારવામાં આવી હતી. રિલી રોસોએ સીડનીના મેદાનમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે તેણે 200ની સ્ટ્રાઇક રેટથી સદી ફટકારી હતી. આ સાથે ક્વિન્ટન ડિ કોક અને રોસોએ મળીને બાંગ્લાદેશના દરેક બોલરની ધુલાઇ કરીને ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન સાથે 205 પર પહોંચાડ્યો હતો.

ડી કોક અને રોસોએ 168 રન ફટકાર્યા
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાવુમા જોકે પ્રથમ ઓવરના છેલ્લા બોલપર તસ્કીન અહેમદના હાથે આઉટ થયો હતો. ત્યારબાદ ક્વિન્ટન ડી કોક અને રિલી રોસોએ ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ સાથેમળીને બીજી વિકેટ માટે 168 રન જોડ્યા હતા.
આ ભાગીદારી અફીફ હુસૈને તોડી હતી, જેણે ડી કોકને 63ના અંગત સ્કોર પર પેવેલિયનમોકલ્યો હતો. તેણે 38 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

195ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
રિલે રોસો એક છેડે ટકી રહ્યો અને બોલરોની ખૂબ સારી રીતે ધોલાઇ કરી હતી. તેણે 52 બોલમાં તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજીસદી પૂરી કરી હતી.
રોસોએ શાકિબ અલ હસનની ઇનિંગ્સની 17મી ઓવરના ચોથા બોલ પર સિંગલ લીધો અને 100 રનનો વ્યક્તિગત સ્કોરબનાવ્યો હતો.
રોસોએ એ જ ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. શાકિબે 19મી ઓવરના ત્રીજા બોલ પર રોસોનો કેચ લિટનનાહાથે ઝડપાઇ ગયો હતો. તેણે 194.64ની સ્ટ્રાઈક રેટથી 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યાહતા.
|
રોસોએ ઘૂંટણિયે પડીને કરી ઉજવણી
રિલી રોસોએ તેની સદી પૂરી કરતાની સાથે જ તેણે જોરશોરથી બેટ ફેરવ્યું અને ઉજવણી શરૂ કરી હતી. આ દરમિયાન તે જમીન પરઘૂંટણિયે બેસી ગયો હતો. તેનો આ વીડિયો T20 વર્લ્ડ કપના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

રોસોની સતત બીજી T20 સદી
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિલી રોસોની આ સતત બીજી સદી છે. તેણે આ મહિને ઈન્દોરમાં રમાયેલી ટી-20 મેચમાં પણ ભારત વિરુદ્ધઅણનમ 100 રન બનાવ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની અગાઉની મેચ વરસાદને કારણે રદ્દ થઈગઈ હતી.
રોસોની આ 23મી T20 આંતરરાષ્ટ્રીય મેચ છે. આ પહેલા તેણે ત્રણ અડધી સદી અને એક સદીની મદદથી કુલ 558 રનબનાવ્યા છે.












Click it and Unblock the Notifications
