T20 World Cup 2022 : કેમ સુપર ફોર્મમાં છે વિરાટ? કોહલીએ કર્યો ઘટસ્ફોટ
T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ 2022માં વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં તેણે સૌથી વધુ 220 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ સૌથી વધુ 3 અડધી સદી ફટકારી હતી.
T20 World Cup 2022 : ટી20 વર્લ્ડ કપ 2022માં વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં તેણે સૌથી વધુ 220 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ સૌથી વધુ 3 અડધી સદી ફટકારી હતી. જે પાકિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે ફટકારી હતી. આ ત્રણેય મેચમાં ભારતની જીત થઇ હતી.

T20 વર્લ્ડ કપમાં શા માટે ફોર્મમાં છે વિરાટ?
એક ચોંકાવનારા રહસ્યનો ખુલાસો કરતા વિરાટ કોહલીએ પોતે જણાવ્યું છે કે, આ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં અચાનક તેના બેટમાંથી ભારે વરસાદ કેમ થઈ રહ્યો છે.
કોહલીએ જણાવ્યું હતું કે, જેમ જ મને ખબર પડી કે, T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં છે, હું ખુશ થઇ ગયો હતો. મને ખબર હતી કે, અહીં સારા ક્રિકેટ શોટ્સ રમવા માટે શાનદાર પીચો હશે. હું જાણતો હતો કે, ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ મારા અને ટીમ માટે ઉપયોગી થશે.

કોહલીએ ખુલાસો કર્યો ચોંકાવનારો ખુલાશો
વિરાટ કોહલીના અણનમ 64 રનની મદદથી ભારતે બુધવારના રોજ એડિલેડ ખાતે T20 વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશ સામે પાંચ રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, મને એડિલેડમાં રમવું ગમે છે. તે મને ઘર જેવું લાગે છે. તે ઇનિંગ્સ એમસીજીમાં થવાની હતી, પરંતુ જ્યારે હું અહીં આવું છું, ત્યારે એવું લાગે છે કે, હું બેટિંગનો આનંદ લઇ રહ્યો છું.

કોહલીના બેટમાંથી વરસી રહ્યા છે રન
ઉલ્લેખનીય છે કે, એડિલેડ ઓવલ વિરાટ કોહલી માટે સારું મેદાન જણાવ્યું છે. વિરાટ કોહલીએ એડિલેડ ઓવલા ખાતે તમામ ફોર્મેટની 9 મેચમાં 70.25ની સરેરાશથી 5 સદી અને 2 અડધી સદી સહિત 843 રન બનાવ્યા છે.
કોહલીએ એમ પણ જણાવ્યું હતું કે, તેને ભૂતકાળને યાદ કરવામાં રસ નથી. બેટ સાથે મારા માટે તે બીજો સારો દિવસ હતો, મને લાગે છે કે, હું સારો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.












Click it and Unblock the Notifications
