Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024: 17 વર્ષ બાદ ભારતે જીત્યો વિશ્વ કપ, તોડ્યા આ રેકોર્ડ્સ

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં એડન માર્કરામની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 169 રન જ બનાવી શકી હતી. આ સાથે જીત સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો.

ફાઇનલમાં બનાવેલ સર્વોચ્ચ સ્કોર - 176 રન T20 વર્લ્ડ કપની ફાઇનલમાં બનેલો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ T20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયાની ટીમે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે 173/2નો સ્કોર કર્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.

T20 World Cup 2024

T20 વર્લ્ડ કપ 2016ની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે કોલકાતામાં 161/6 નો સ્કોર કર્યો હતો. આ સિવાય T20 વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 157/5 નો સ્કોર કર્યો હતો.

અજેય રહી ભારતીય ક્રિકેટ ટીમ - આ સિવાય ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની એક પણ એડિશનમાં એક પણ મેચ ન હારનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં 9 મેચ રમી હતી અને 8 માં જીત મેળવી હતી. એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાએ સતત 8-8 મેચ જીતી હતી. અગાઉ 2009 માં શ્રીલંકા, 2010 માં અને 2021 માં ઓસ્ટ્રેલિયાએ સતત 6-6 મેચ જીતી હતી.

બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે - ભારતીય ટીમે 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે સંયુક્ત રીતે સૌથી વધુ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ બની ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ટીમ ઈન્ડિયા બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે પણ 2-2 વખત ટ્રોફી ઉપાડી છે. વિન્ડીઝ ટીમ 2012 અને 2016 માં અને ઈંગ્લેન્ડ 2010 અને 2022માં વિજેતા બની હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X