T20 World Cup 2024 : વિશ્વ વિજેતા ટીમ પર રૂપિયાનો વરસાદ, બીસીસીઆઈ અધધ 125 કરોડ આપશે
T20 World Cup 2024 : વિશ્વ વિજેતા ટીમ પર સતત રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. પહેલા આઈસીસી તરફથી મોટી રકમ અને હવે બીસીસીઆઈએ મોટા ઈનામની જાહેરાત કરી છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો છે. 2007માં મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ વખત ભારતને T-20 ટ્રોફી આપી હતી.

આ પછી લાંબા સમય સુધી ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતવા માટે તડપતી રહી. હવે 17 વર્ષ બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતને ટ્રોફી ઉપાડવાની તક મળી છે.
ભારતની જીતથી ફેન્સ ખુશ છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શન માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. BCCIએ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. બીસીસીઆઈ અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર આ માહિતી શેર કરી.
આ અવસર પર જય શાહે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. તેમણે લખ્યું કે ટી-20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા જીત સુધી પહોંચી છે.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
આવી સ્થિતિમાં બોર્ડે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા. આ સિદ્ધિના અવસર પર હું ટીમના તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.












Click it and Unblock the Notifications
