Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024 : આગામી ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમ હશે, પહેલી વાર અમેરિકામાં યોજાશે આઇસીસી ટૂર્નામેન્ટ

T20 World Cup 2024 : ટી20 વિશ્વ કપ 2022 પૂરો થયાને થોડો જ સમય થયો છે, ત્યારે હવે આગામી વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની યજમાની, ફોર્મેટ અને ટીમ સંખ્યા બધુ નક્કી થઇ ગયું છે.

T20 World Cup 2024 : ટી20 વિશ્વ કપ 2022 પૂરો થયાને થોડો જ સમય થયો છે, ત્યારે હવે આગામી વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની યજમાની, ફોર્મેટ અને ટીમ સંખ્યા બધુ નક્કી થઇ ગયું છે. 2024માં યોજાનારો ટી20 વર્લ્ડ કપ 2022થી ઘણો અલગ હશે.

T20 World Cup 2024

ટી20 વિશ્વ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લેશે. આ સાથે ટી20 વિશ્વ કપ 2024 નું ફોર્મેટ પણ અલગ હશે. આ સાથે સૌથી રસપ્રદ વાત રહેશે કે, ટી20 વિશ્વ કપ 2024 અમેરિકામાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા પહેલીવાર કોઇ આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરશે.

T20 વર્લ્ડ કપ 2024 નોકઆઉટ મેચો શરૂ થાય, તે પહેલા બે તબક્કામાં હશે. 2021 અને 2022 T20 વર્લ્ડ કપમાં પણ સેમિ-ફાઇનલ પહેલા બે તબક્કા હતા, જેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ અને સુપર-12 સ્ટેજનો સમાવેશ થતો હતો, પરંતુ હવે એવું રહેશે નહીં.

આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં પાંચ ટીમો હશે, જેઓ એકબીજા વચ્ચે રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર એટ રાઉન્ડમાં પ્રવેશ કરશે. અહીં આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ચાર ટીમો હશે. અહીં બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.

જોકે, આ ટુર્નામેન્ટ માટે હજૂ સુધી તમામ 20 ટીમો નક્કી કરવામાં આવી નથી. હાલમાં, યજમાન તરીકે, વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા છે. આ પછી 2022 વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન અને 14 નવેમ્બરના રોજ આઇસીસી રેન્કિંગના આધારે, 10 અન્ય ટીમોએ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે.

T20 વર્લ્ડ કપ 2022માં પ્રથમ આઠ ક્રમાંકિત ટીમો 2024 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જેમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો શામેલ છે. આ પછી 14 નવેમ્બરના રોજ ICC T20 રેન્કિંગમાં સારી સ્થિતિના આધારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ આ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે હજૂ આઠ ટીમોના નામ નક્કી થયા નથી. આ ટીમો દરેક ક્ષેત્રના આધારે વર્લ્ડ કપમાં જગ્યા બનાવશે. આ બે વર્ષમાં ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચો યોજાવાની ચાલુ રહેશે અને અહીં દરેક ક્ષેત્રમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમો T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે 12 ટીમો નક્કી કરવામાં આવી છે. હવે આઠ ટીમો ખુલી છે અને વિવિધ પ્રદેશોની સહયોગી ટીમો વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. આ માટે તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરવું પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X