T20 World Cup 2024 : ભારતીય ટીમની જર્સી ખરીદવા માંગો છો? જાણો કોણ બનાવે છે અને કેટલી હોય છે કિંમત?
T20 World Cup 2024 : T20 ને પગલે ભારતીય ક્રિકેટ ફેન્સમાં ક્રિકેટ ફિવર છવાયો છે. ઘણા ફેન્સ ભારતીય ટીમની જર્સીમાં મેદાન પર કે સોસાયટીમાં એકઠા થઈને મેચનો આનંદ લેતા જોવા મળે છે.
તમે લોકોને ભારતીય ટીમની જર્સીમાં જોયા હશે પરંતુ તમે ક્યારેય વિચાર્યુ કે આ લોકો જર્સી ક્યાંથી લાવે છે? અને તમારે ખરીદવી હોય તો કેટલા રૂપિયામાં અને ક્યાંથી ખરીદી શકાય?

ભારતીય ટીમની જર્સી કોણ બનાવે છે?
આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ માટેની જર્સી એડિડાસ ઇન્ડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા એડિડાસ ઈન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર સત્તાવાર જાહેરાત કરી હતી કે તેણે આ વખતે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ડિઝાઈન કરી છે.
આ વખતની જર્સી પહેલા કરતા અલગ છે. આ વખતે જર્સીની સ્લીવ્ઝ બ્લૂ અને ઓરેંજ રાખવામાં આવી છે. તેના પર 3 સફેદ પટ્ટા છે.
કેટલી હોય છે જર્સીની કિંમત?
જો તમે ભારતીય ટીમ પહેરે છે તે જર્સી ખરીદવા માંગો તો એડિડાસ ઇન્ડિયાના સત્તાવાર શોપિંગ પેજ પરથી ખરીદી શકો છો. અહીં તમને ભારતીય ટીમની જર્સી 5999 રૂપિયામાં મળશે.
જો તમે ફેન જર્સી ખરીદવા માંગતા હોવ તો તેની કિંમત 999 રૂપિયા છે. જો કે, જો તમે ભારતીય ટીમની જર્સી સસ્તામાં ખરીદવા માંગો છો તો તમે તેને અન્ય શોપિંગ વેબસાઇટ્સ પરથી ખરીદી શકો છો.
પહેલા પણ એડિડાસ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ડિઝાઈન કરી ચૂકી છે. મે 2023માં એડિડાસ ભારતીય ક્રિકેટ ટીમની ઓફિશિયલ કિટ સ્પોન્સર બની હતી. જ્યારે ગયા વર્ષે એડિડાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જર્સી ડિઝાઇન કરી હતી.












Click it and Unblock the Notifications
