T20 વર્લ્ડ કપ 2024 : કોને મળે છે છે વર્લ્ડ કપ પ્રાઈઝ મની? જાણો શું છે નિયમ?
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે ટ્રોફી સાથે સાથે મોટી પ્રાઈઝ મની પર પણ કબ્જો કર્યો છે.
વર્ષો બાદ ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું.

આ વખતે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી અને ફાઇનલમાં પણ ટ્રોફી જીતી. ફાઈનલ મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું.
જણાવી દઈએ કે, ICCએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત સમયે ઈનામની રકમની જાહેરાત કરી હતી. આ વખતે T20 વર્લ્ડ કપ માટે અંદાજે 93.5 કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ફાઇનલમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. જ્યારે રનર્સ અપ દક્ષિણ આફ્રિકાની ટીમને 10.64 કરોડ રૂપિયા મળ્યા છે.
આ સિવાય સેમિફાઈનલમાં હારેલી ટીમોને પણ મોટી ઈનામી રકમ મળી છે. સેમિફાઇનલમાં હારેલી ટીમોને 6.55-6.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
સુપર-8માં પોતાની સફર પૂરી કરનારી ટીમોને 3.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી તરફ ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ટીમોને 25.9 લાખ રૂપિયા મળ્યા છે.
કોઈપણ ટૂર્નામેન્ટની જીત બાદ ઈનામની રકમ ખેલાડીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. આ તમામ ખેલાડીઓ વચ્ચે સમાનરૂપે વહેંચાશે. આ સિવાય મેન ઓફ ધ મેચની રકમ મેચ જીતનાર ખેલાડીને જ આપવામાં આવે છે.
કોઈપણ મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે. આ સિવાય આ ટ્રોફી અને ઈનામી રકમ તે ખેલાડીને જ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. ભારત માટે વિરાટ કોહલીએ ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમીડ. તેના સિવાય અક્ષર પટેલે 47 રનનું યોગદાન આપ્યું. શાનદાર ઇનિંગ્સ રમવા બદલ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.












Click it and Unblock the Notifications
