T20 World Cup 2024 : કોણ છે હારિસ રઉફની વાઈફ? ખૂબસૂરતી સામે બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે
T20 World Cup 2024 : આ દિવસોમાં પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિવાદોમાં છે. તેના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.
હારિસ રઉફ આ વીડિયોમાં પોતાના જ દેશના એક ફેન સાથે લડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની ટીમના પ્રદર્શનથી ચાહકો ખુશ નથી.

એક પ્રશંસકે હારિસ રઉફ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેના પછી મામલો મારામારી સુધી પહોંચી ગયો.
જો કે આ દરમિયાન હરિસ રઉફની પત્ની મુઝના મસૂદ મલિક પણ ત્યાં હાજર હતી. તેણે તેના પતિ હારીસ રઉફને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં તે ન માન્યો. હારિસ રઉફ ઝડપથી ફેન તરફ આવતો જોવા મળ્યો.
કોણ છે મુઝના મસૂદ મલિક?
હારિસ રઉફે તેની ગર્લફ્રેન્ડ મુઝના મસૂદ મલિક સાથે લગ્ન કર્યા છે. જે વ્યવસાયે મોડલ છે. હારિસ રઉફ અને તેની પત્ની ક્લાસમેટ રહી ચૂક્યા છે. બંને પ્રેમમાં પડ્યા અને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
જણાવી દઈએ કે હારિસ રઉફની ગણતરી પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલરોમાં થાય છે. હારિસ રઉફની બોલિંગ સ્પીડ ક્યારેક 150ને પાર કરી જાય છે. આ જ કારણ છે કે લગ્ન સમયે હારિસની પત્ની મુઝનાએ HR150ના નામે મહેંદી બનાવી હતી
હારિસ રઉફની પત્ની સુંદરતામાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. હારિસ રઉફની પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. આ અંગે ચાહકો પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમે T20 વર્લ્ડ કપ 2024માં પોતાના પ્રદર્શનથી ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા છે. પાકિસ્તાની બોલરોએ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. જ્યારે ટીમના બેટ્સમેનો જવાબદારી લેવામાં નિષ્ફળ રહ્યા. ઘણી વખત પાકિસ્તાન નાના લક્ષ્યોનો પીછો કરવામાં પણ સફળ ન રહ્યું. ભારત સામે પણ પાકિસ્તાનની ટીમ 120 રન બનાવવામાં સફળ ન રહી.












Click it and Unblock the Notifications
