T20 World Cup 2024: જીત બાદ રોહિત શર્માએ કેમ ખાધી માટી, જાણો કારણ
T20 World Cup 2024: આખરે ભારતીય ટીમે 2011 બાદ ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
જ્યારે હાર્દિક પંડ્યાએ મેચમાં છેલ્લો બોલ ફેંક્યો, ત્યારે રોહિત શર્મા મેદાન પર સૂઈ ગયો અને ખુશીથી જમીન પર તાળીઓ પાડવા લાગ્યો હતો. રોહિત શર્મા પોતાના આંસુ રોકી ન શક્યો અને તેણે વિરાટને ગળે લગાડ્યો અને રડવા લાગ્યો હતો. આ પછી તેણે હાર્દિક પંડ્યાને ગળે લગાડ્યો અને તેને કિસ કરી હતી.
આ ઐતિહાસિક જીત સાથે, આવી ઘણી ક્ષણો સામે આવી જે યાદગાર બની ગઈ અને લોકોના હૃદય અને દિમાગમાં કાયમ માટે છવાઈ ગઈ છે. મેચ જીત્યા બાદ રોહિત શર્માએ મેદાનને કિસ કરીને માટી ખાધી અને આ ક્ષણને હંમેશા માટે યાદગાર બનાવી દીધી હતી.

મેચ બાદ રોહિત શર્મા મેદાન પર ભારતીય તિરંગો લગાવતો જોવા મળ્યો હતો. આનું એક ખાસ કારણ છે. હકીકતમાં, BCCI સેક્રેટરી જય શાહે નિવેદન આપ્યું હતું કે, અમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં બાર્બાડોસમાં ભારતીય ધ્વજ લગાવીશું.
આ જ કારણ છે કે, જ્યારે ટીમ ઈન્ડિયા જીતી ત્યારે રોહિત શર્મા મેદાનમાં તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ તે જય શાહ સાથે એક તસવીર ક્લિક કરતો જોવા મળ્યો હતો. રોહિતે જે રીતે જય શાહના નિવેદનને સાચુ પુરવાર કર્યું, તેનાથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે.
આ વર્લ્ડ કપમાં જીત સાથે વિરાટ કોહલીએ પોતાની T20 કારકિર્દીને અલવિદા કહી દીધું છે. વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો. વિજય બાદ વિરાટે રોહિત શર્માને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને ગળે લગાવ્યા અને આ ક્ષણનો આનંદ માણ્યો. બંનેની આંખોમાં ભીનાશ હતી.
No #cricket Fans will pass away without liking the post ♥️🔥
— Anup barnwal (@amethiya_anup) June 29, 2024
"Congratulations India
#INDvSA #T20WorldCupFinal
Boom boom bumrah#IndiaVsSA hardik #RohitSharma𓃵 #ViratKohli pic.twitter.com/mQUjK6tsrL












Click it and Unblock the Notifications
