Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup Final : વર્લ્ડ કપ જીતવા ટોસ જીતવો જરૂરી, જાણો શું કહે છે આંકડા?

T20 World Cup Final : T20 વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે છે. આ મુકાબલામાં ટોસ સૌતી મહત્વની ભુમિકા ભજવશે.

T20 વર્લ્ડ કપ ફાઇનલ મુકાબલો બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં બે વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમી ચુકી છે. જેમાંથી એકમાં તે ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

T20 World Cup Final

આ સિવાય ટીમ ઈન્ડિયા ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. પરંતુ ટોસ જીતીને જ રોહિત શર્માની ટીમ આ ટ્રોફી જીતી શકે છે. આ ઈશારો આંકડા આપી રહ્યાં છે.

જો કે ટોસ પીચ અને હવામાન પર આધાર રાખે છે કે ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરશે કે પહેલા ફિલ્ડિંગ કરશે. પરંતુ અત્યાર સુધી રમાયેલા આઠ T20 વર્લ્ડ કપમાં ટોસ ફેક્ટરના સંદર્ભમાં એકતરફી આંકડાઓ જોવા મળી રહ્યા છે.

અત્યાર સુધી રમાયેલા આઠ T20 વર્લ્ડ કપમાં ટોસ જીતનારી ટીમ ટ્રોફી જીતવામાં વધુ સફળ રહી છે. 7 વખત એવું બન્યું છે કે ટોસ જીતનારી ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી હોય. માત્ર એક જ વાર ટોસ હારેલી ટીમ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

T-20 વર્લ્ડ કપ 2009ની ફાઇનલમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પાકિસ્તાન મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું.

અત્યાર સુધી રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં માત્ર ત્રણ ટીમોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે. આમાંથી માત્ર એક જ વાર એવું બન્યું છે કે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાઈનલ મેચ હારી ગઈ હોય.

ટી-20 વર્લ્ડ કપ 2009ની ફાઈનલ મેચમાં આવું બન્યું હતું. જ્યારે શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ પાકિસ્તાન આ મેચ 8 વિકેટે જીતવામાં સફળ રહ્યું.

અત્યાર સુધી રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાંચ વખત ટોસ જીતનારી ટીમે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચોંકાવનારા આંકડા એ છે કે જે પણ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે તે તમામે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X