For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SCT: ભારતની શાનદાર જીત, રનરેટ મામલે ગ્રુપ 2માં ભારત અગ્રેસર

IND vs SCT: ભારતની શાનદાર જીત, રનરેટ મામલે ગ્રુપ 2માં ભારત અગ્રેસર

|
Google Oneindia Gujarati News

યૂએઈમાં રમાઈ રહેલ ટી20 વર્લ્ડ કપના 37મા મુકાબલામાં ભારત ટીમની દુબઈના મેદાન પર વાપબસી થઈ જ્યાં ભારતે પોતાના ચોથા મુકાબલામાં સ્કોટલેન્ડનો સામનો કર્યો. ભારતીય ટીમે સ્કોટલેન્ડ સામે રમાયેલ આ મેચમાં ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો ફેસલો કર્યો અને બોલર્સે શાનદાર પ્રદર્શન કરી સ્કોટલેન્ડની ટીમને માત્ર 17.4 ઓવરમાં જ 85 રન પર ઓલઆઉટ કરી દીધી. જવાબમાં રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ સ્કોરને માત્ર 39 બોલમાં જ હાંસલ કરી લીધો અને ટી20 ક્રિકેટના ઈતિહાસમાં બોલના હિસાબે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી લીધી છે.

indian team

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ માટે પહેલી બે મેચમાં મળેલી હાર બાદ સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ થઈ ગયો છે, પરંતુ જે સમીકરણ છે તે અંતર્ગત ક્વોલિફાઈ કરવા માટે નેટ રન રેટમાં અફઘાનિસ્તાન અને ન્યૂજીલેન્ડથી આગળ નીકળવાની જરૂરત હતી. નેટ રન રેટની વાત કરીએ તો આ મેચ પહેલાં અફઘાનિસ્તાન સૌથી આગળ હતી જ્યારે ન્યૂઝિલેન્ડ ટીમ સૌથી સારી નેટ રન રેટ મામલે બીજા નંબરે હતી.

એવામાં ભારતને અફઘાનિસ્તાનની ટીમથી સારી નેટ રન રેટ કરવા માટે ભારતીય ટીમે માત્ર 43 બોલમાં જીતની જરૂરત હતી જ્યારે ન્યૂઝિલેન્ડથી સારી કરવા માટે 8.5 ઓવરમાં જીતની જરૂરત હતી. ભારત માટે કેએલ રાહુલ અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી અને માત્ર 5 ઓવરમાં 70 રનની ભાગીદારી નિભાવી.

કેએલ રાહુલની ફાસ્ટેસ્ટ ફીફ્ટી

ભારતીય ટીમ માટે આ મેચમાં રોહિત શર્માએ 16 બોલનો સામનો કરી 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રનની ઈનિંગ રમી જ્યારે કેએલ રાહુલે ટી20 વર્લ્ડ કપ 2021માં સૌથી તેજ ફીફ્ટી લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેએલ રાહુલે માત્ર 18 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની ફાસ્ટેસ્ટ ફીફ્ટી ફટકારી અને આ ટૂર્નામેન્ટમાં સૌથી તેજ ફીફ્ટી લગાવવાનો રેકોર્ડ સ્થાપી દીધો.

ઉલ્લેખનીય છે કે રાહુલ પહેલાં જોસ બટલરના નામે આ રેકોર્ડ હતો જેમણે 25 બોલમાં ફીફ્ટી ફટકારી હતી. બીજી તરફ ટી20 વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ ફીફ્ટી લગાવનાર બીજા ભારતીય તરીકે લોકેશ રાહુલે પોતાનું નામ જોડી દીધું છે. યુવરાજ સિંહે માત્ર 12 બોલમાં ફીફ્ટી ફટકારી હતી અને તેમનો આ રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 World Cup: India have the best Net Run Rate off +1.62 in Group 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X