T20 World Cup : હજુ પણ વર્લ્ડ કપ રમી શકે છે રિંકુ સિંહ, જાણો કેવી રીતે?

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ રહી છે. જો કે આ જાહેરાત સાથે રિંકુ સિંહને ઝટકો લાગ્યો છે. તેની અપેક્ષા પર પાણી ફરી વળ્યુ છે. સારી વાત એ છે કે તેને રિઝર્વ ખેલાડીમાં સામેલ કરાયો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે રિંકુ સિંહને ટીમમાં સામેલ ન કરાયો હોવા છત્તા પણ તે વર્લ્ડ કપ રમી શકે છે.

Rinku Singh

ભારતીય ટીમમાં રિંકુ સિંહને સામેલ કરવાની માંગ ઉઠી હતી પરંતુ અંતિમ 15 નામોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેનું નામ નહોતુ. રિંકુ સિંહને ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ પણ નિરાશ થયા છે. હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું છે અને તેને ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

રિંકુ સિંહે અત્યાર સુધી રમાયેલી તમામ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આઈપીએલના આધારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, જો તે તે મુબજ તો હાર્દિક પંડ્યાનું સ્થાન પણ નહોતુ.

રિંકુ સિંહના આંકડા
રિંકુ સિંહે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 15 મેચની 11 ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 356 રન આવ્યા છે. તેણે બે અડધી સદીની ઇનિંગ્સ પણ રમી છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 69 રન રહ્યો છે. સરેરાશ વિશે વાત કરીએ તો તે 89 છે અને સ્ટ્રાઈક રેટ 176 થી ઉપરનો છે.

ટીમમાં ફેરફાર થઈ શકે છે?
રિંકુ સિંહને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે. તે ટ્રાવેલ રિઝર્વમાંના ચાર નામોમાં સામેલ છે. ICC T20 વર્લ્ડ કપની ટીમમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ 25 મે છે. આ દિવસ સુધી રિંકુને ટીમમાં સામેલ કરવાનો વિકલ્પ રહેશે.

અન્ય ખેલાડીઓની ફિટનેસ અથવા અન્ય કોઈ સમસ્યાને કારણે ફેરફાર થઈ શકે છે. ટીમમાં ફેરફાર ફક્ત 19 ખેલાડીઓ સાથે કરી શકાય છે. બહારથી ખેલાડીઓ લાવવા માટે ICC ટેકનિકલ કમિટી પાસેથી મંજૂરી લેવી પડે છે.

પરવાનગી મળ્યા બાદ ટીમમાં ફેરફાર થઈ શકે છે. આનો અર્થ એ થયો કે રિંકુ આઈપીએલની બાકીની મેચોમાં ધૂમ મચાવી શકે છે, કારણ કે તે પહેલાથી જ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે.

ટૂર્નામેન્ટ દરમિયાન ફેરફારો થઈ શકે છે
જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેની જગ્યાએ અન્ય ખેલાડીને રમવાની છૂટ છે. આ ટુર્નામેન્ટ પહેલા અથવા દરમિયાન થઈ શકે છે. આ સ્થિતિમાં ICC ટીમમાં ખાલી જગ્યા ભરવાની પરવાનગી આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X