Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Team India Schedule 2026: વર્ષ 2026માં આવું રહેશે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, વર્લ્ડ કપ ઉપરાંત પણ હશે ઘણી મેચ

Team India Schedule 2026: વર્ષ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ હવે ભારતીય ટીમ વર્ષ 2026માં નવા પડકારો માટે તૈયાર છે. આ વર્ષે ટીમ ઇન્ડિયા કુલ 5 ટેસ્ટ, 18 વન-ડે અને 25થી વધુ T20 મેચો રમવાની છે. આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ ફેબ્રુઆરીમાં યોજાનારો T20 વર્લ્ડ કપ 2026 રહેશે.

Team India Schedule 2026

વર્ષની શરૂઆત: ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટક્કર

જાન્યુઆરી મહિનામાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવશે. જેમાં 3 વન-ડે અને 5 T20 મેચો રમાશે.

  • વન-ડે શ્રેણી: 11 જાન્યુઆરી (વડોદરા), 14 જાન્યુઆરી (રાજકોટ) અને 18 જાન્યુઆરી (ઈન્દોર).
  • T20 શ્રેણી: 21થી 31 જાન્યુઆરી દરમિયાન નાગપુર, રાયપુર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં મેચો રમાશે.

ફેબ્રુઆરી: T20 વર્લ્ડ કપનો રોમાંચ

ફેબ્રુઆરી મહિનામાં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે.

  • 7 ફેબ્રુઆરી: ભારત vs અમેરિકા (મુંબઈ)
  • 15 ફેબ્રુઆરી: ભારત vs પાકિસ્તાન (કોલંબો) - આ વર્ષની સૌથી મોટી ટક્કર.
  • ગ્રુપ સ્ટેજમાં નેધરલેન્ડ અને નામિબિયા સામે પણ મેચો રમાશે.

માર્ચ થી મે: તમામ ખેલાડીઓ IPL 2026માં વ્યસ્ત રહેશે.

જૂન થી ઓગસ્ટ: અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા પ્રવાસ

  • જૂન: અફઘાનિસ્તાન ભારત આવશે (1 ટેસ્ટ અને 3 વન-ડે).
  • જુલાઈ: ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. જ્યાં 5 T20 અને 3 વન-ડે મેચો રમાશે.
  • ઓગસ્ટ: શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ મેચની શ્રેણી).

વર્ષનો અંતિમ તબક્કો: વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ સામે જંગ

  • સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન સામે તેમના ઘરે 3 T20 મેચ.
  • સપ્ટેમ્બર-ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવશે (3 વન-ડે અને 5 T20). આ જ સમયગાળામાં એશિયન ગેમ્સ 2026નું પણ આયોજન થશે.
  • ઓક્ટોબર-નવેમ્બર: ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જશે (2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20).
  • ડિસેમ્બર: વર્ષનો અંત શ્રીલંકા સામેની ઘરેલું શ્રેણી (3 વન-ડે અને 3 T20) થી થશે.

2026માં ભારતીય ક્રિકેટના મુખ્ય આકર્ષણો

  • T20 વર્લ્ડ કપ: ઘરઆંગણે ખિતાબ જીતવાની સુવર્ણ તક.
  • વડોદરા અને રાજકોટમાં મેચ: ગુજરાતના ક્રિકેટ ફેન્સ માટે જાન્યુઆરી મહિનો ખાસ રહેશે.
  • એશિયન ગેમ્સ: યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X