ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, જાણો ક્યાં રમાશે ભારત-પાક. મેચ

Champions Trophy 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની મેચ રમવવાની છે. ત્યારે આ મેચમાં સુરક્ષા વ્યવસ્થાને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય આ BCCI દ્વારા સ્પષ્ટતાં કરવામાં આવી છે. આ કારણે પાકિસ્તાન પાસે ચેમ્પિયનસ ટ્રોફીનુ આયોજન હાઈબ્રિડ મોડલ પર કરવા સિવાય અન્ય વિકલ્પ રહેતો નથી.

BCCIએ ICCને સત્તાવાર માહિતી આપી છે કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેને હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

આ પહેલા પણ સમાચાર સામે આવ્યા હતા કે, ભારતીય ટીમ પાકિસ્તાન સામેની તમામ મેચ દુબઈમાં રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈપ્રોફાઈલ મેચ પણ UAEમાં રમાશે. BCCIના સૂત્રોએ PTIને માહિતી આપી છે કે, આ ICC ઈવેન્ટ છે અને BCCIએ ICCને જાણ કરી છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ માહિતી યજમાન દેશને આપવાની જવાબદારી ICCની છે.

100 દિવસ પહેલા જાહેર કરાય છે શેડ્યૂલ

BCCIના સૂત્રનું કહેવું છે કે ICCને જાણ કરવામાં આવી છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, તેથી ICCની જવાબદારી છે કે, તે યજમાન દેશને જાણ કરે જેથી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ નક્કી કરી શકાય. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ટૂર્નામેન્ટનો સમગ્ર કાર્યક્રમ શરૂ થવાના 100 દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે.

Champions Trophy 2025

દુબઈમાં યોજાઈ શકે છે ભારત-પાક. મેચ

દુબઈને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો માટે વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન સાથેની મુખ્ય ટક્કરનો સમાવેશ થાય છે. દુબઈની પસંદગી તેના બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો યોજવાની ક્ષમતાને કારણે વ્યૂહાત્મક છે. તાજેતરમાં અહીં મહિલા T20 વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

19 ફેબ્રૂઆરીથી થશે શરૂ મેચ

રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાશે, જેમાં 10 માર્ચને બેકઅપ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી લાહોર, કરાંચી અને રાવલપિંડીમાં યોજાશે. લાહોરમાં કુલ 7 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડને એક ગ્રુપમાં જ્યારે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાનને બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X