ભારતીય હસીનાઓના પ્રેમમાં ઘાયલ થયા છે આ વિદેશી ક્રિકેટર, લિસ્ટમાં એકથી એક મોટા નામ
આઈપીએલની શરૂઆત બાદ ઘણા વિદેશી ક્રિકેટરો અને ભારતીય સુંદરીઓની લવ સ્ટોરીઓ શરૂ થઈ અને લગ્ન સુધી પહોંચી. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.
ભારતીય હસીનાઓ સાથે લગ્ન કરનારા વિદેશી ક્રિકેટરોમાં પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામ સામેલ છે.

હસન અલી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની પત્નીનું નામ સામિયા આરઝૂ છે અને તે એન્જિનિયર છે. શામિયા ભારતના હરિયાણાની છે.
શોન ટેટ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટે ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેની પત્નીનું નામ માશૂમ સિંઘા છે, જે રેમ્પ મોડલ છે. બંનેની પહેલી મુલાકાત IPLમાં થઈ હતી અને બંનેએ 12 જૂન 2014ના રોજ લગ્ન કર્યા.
મોહસીન ખાન
પૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહસીન ખાને બોલીવુડ અભિનેત્રી રીના રોય સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મોહસીન ભારત આવ્યો અને બોલિવૂડમાં કામ કર્યું. જો કે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા.
મુથૈયા મુરલીધરન
શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મુરલીધરનની પત્નીનું નામ મધિમલાર રામામૂર્તિ છે અને ચેન્નાઈની રહેવાસી છે. બંનેના લગ્ન 21 માર્ચ 2005ના રોજ થયા હતા.
ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલની પત્નીનું નામ વિની રમન છે, જે ભારતીય મૂળની છે. જો કે વિની રમન પહેલાથી જ ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. બંનેએ 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી 2022માં લગ્ન કરી લીધા.












Click it and Unblock the Notifications
