આ ખેલાડીને મળી શકે છે T20 ટીમની કપ્તાની, વર્લ્ડ કપ જીતાડવામાં આપ્યુ છે મહત્વનું યોગદાન
T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે સાથે રવિન્દ્ર જાડેજાએ નિવૃતિની જાહેરાત કરી દીધી છે.
રોહિત શર્માએ t20 ક્રિકેટ છોડ્યા બાદ હવે તમામ લોકોની નજર ટીમના નવા કેપ્ટન પર છે. બીસીસીઆઈ નવા કેપ્ટનને લઈને જાહેરાત કરી શકે છે.

બીસીસીઆઈએ નવા કેપ્ટનની ઘોષણા કરે તે પહેલા હાલ શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે કેપ્ટન તરીકે મોકલવામાં આવ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે BCCIએ આગામી કેપ્ટન તરીકે ભારતીય ખેલાડીની પસંદગી કરવાનું મન બનાવી લીધું છે.
જો કે જાહેરાત હજુ થઈ નથી પરંતુ તે ટૂંક સમયમાં કરવામાં આવશે કારણ કે ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ પણ ટીમ ઈન્ડિયાને આગામી પ્રવાસ પર રમવાનું છે.
શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમને નવો કેપ્ટન મળવાનું નિશ્ચિત છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાને ગૌતમ ગંભીરના રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. આ સ્થિતિમાં બોર્ડ દ્વારા વધુ તૈયારીઓ કરવાની રહેશે. ભારતીય ટીમ શ્રીલંકામાં બંને ફોર્મેટમાં રમશે.
અહેવાલો અનુસાર, બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે રોહિત શર્માના નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા ટી-20માં ભારતીય ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે. રોહિતને શ્રીલંકા પ્રવાસમાં આરામ આપવામાં આવી શકે છે, કેએલ રાહુલ વનડેમાં ટીમનો કેપ્ટન બની શકે છે.
જણાવી દઈએ કે, કેએલ રાહુલ ODI ક્રિકેટમાં સક્રિય છે પરંતુ હાલમાં તેને T20માં સ્થાન મળે તેવું લાગતું નથી. વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. પંડ્યાને ભારતીય ટીમની કેપ્ટનશીપ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને તેની પાસે આઈપીએલમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે.












Click it and Unblock the Notifications
