Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે તમે ફ્રીમાં IPLની LIVE મેચ નહીં જોઈ શકો, JIO HOTSTARને ચૂકવવા પડશે રૂપિયા

થોડા સમય પહેલા જ IPLના ખેલાડીઓની હરાજી થઈ અને આ વખતે હરાજીને જોતા IPL ખૂબ જ રોચક જોવા મળવાની છે. ત્યારે IPL શરૂ થવામાં એક મહિનો જ બાકી છે. ત્યારે IPL પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

અત્યારે સુધી ક્રિકેટ પ્રેમીઓ IPL ફ્રીમાં જોઈ શકતા હતા. ત્યારે હવે IPLના લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે, હવે તમે ફ્રીમાં IPLનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો નથી.

JioCinema અને Disney+Hotstar શુક્રવારે મર્જ થયા, મર્જ થયા બાદ તેનું નામ JioHotstar બન્યું અને હવે તેના પર IPLનું સ્ટ્રીમિંગ થવા જઈ રહ્યું છે.

હવે IPL શરૂ થવામાં ફક્ત એક મહિનો બાકી છે. તે પહેલાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે ક્રિકેટ પ્રેમીઓ મફતમાં IPLનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે નહીં. ખરેખર, JioCinema અને Disney+Hotstar શુક્રવારે મર્જ થયા, જેનાથી JioHotstar બન્યું.

ipllive

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિકેટ પ્રેમીઓ હવે ફક્ત થોડી મિનિટો માટે JioHotstarમાં મફતમાં IPL મેચ જોઈ શકશે. ત્યારબાદ, ક્રિકેટ પ્રેમીઓએ મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. તમને જણાવી દઈએ કે JioHotstar મોબાઇલ માટે, 149 રૂપિયાનો પ્લાન, 299 રૂપિયાનો સુપર પ્લાન અને 349 રૂપિયાનો પ્રીમિયમ એડ ફ્રી પ્લાન હશે, જે ત્રણ મહિના માટે હશે.

શરૂઆતમાં JioCinema પર IPL મેચો મફતમાં જોઈ શકાતી હતી. પરંતુ, આ મર્જર પછી ક્રિકેટ પ્રેમીઓએ હવે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિઝની + હોટસ્ટાર અને રિલાયન્સની વાયાકોમ18નું મર્જર થયું હતું અને હવે યુઝર્સને JioCinema અને Disney + Hotstarનું મર્જર જોવા મળી રહ્યું છે.

JioStar ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ડિજિટલ) કિરણ મણિએ જણાવ્યું હતું કે JioHotstar ના સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં, તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) જેવી મોટી મેચો જોઈ શકો છો. એટલું જ નહીં, તમે ICC ઇવેન્ટ્સ, IPL, WPL જેવી મોટી ટુર્નામેન્ટ જોઈ શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X