IPL 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે? - આરસીબી vs ચેન્નઈ સુપર કિંગ્સ
Today's IPL 2023 Match: આઈપીએલમાં આજની મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. આજે આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી બે મોટી ટીમો વચ્ચે મુકાબલો થશે. આરસીબી પોતાના હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આ મેચ જીતીને મોમેન્ટમ બનાવવા માંગશે.
આજની મેચની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. એવામાં ભરચક સ્ટેડિયમ સામે આરસીબી ચાહકોને નિરાશ કરવાનુ પસંદ નહિ કરશે નહિ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ મેચમાં આરસીબીએ જીત મેળવી હતી. આરસીબીએ દિલ્લી કેપિટલ્સની ટીમને હરાવીને સિઝનની બીજી જીત મેળવી હતી.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચે એક અલગ જ સંબંધ છે. કોહલી ધોનીનુ ઘણુ સન્માન કરે છે. દર્શકો પણ મેદાન પર આ બંનેની ડેશિંગ રમત જોવા માટે ઉત્સાહિત છે. ધોની જ્યાં પણ રમવા જાય તેને ખૂબ પ્રેમ અને સન્માન મળે છે.
આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ બે મેચ જીતી છે. બંને વખત તેને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતવાની તક મળી. આરસીબીને ચારમાંથી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આરસીબીનો નેટ રન રેટ માઈનસમાં છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પણ અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે અને બે વખત જીત મેળવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં તેની ત્રીજી જીત મેળવવા માટે મહેનત કરી રહી છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સંતુલિત ટીમ દેખાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
RCB ટીમ:
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસી (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેન પાર્નેલ, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ, અનુજ રાવત, ડેવિડ વિલી, આકાશ દીપ, કર્ણ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, મનોજ ભાંડગે, માઈકલ બ્રેસવેલ, ફિન એલન, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ:
ડેવોન કૉનવે, રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), સિસંડા મગાલા, માહીષ તિક્ષ્ણા, તુષાર દેશપાંડે, આકાશ સિંહ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, શેખ રશીદ, સુભ્રાંશુ સેનાપતિ, હેંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, બેન સ્ટોક્સ, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મથીશા પથિરાના, દીપક ચાહર, ભગત વર્મા, નિશાંત સિંધુ.












Click it and Unblock the Notifications
