ટીમ ઇંડિયાના સૌથી સફળ કેપ્ટન ધોનીના ખાનગી જીવનની ખાસ વાતો

Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ બાદ વનડે અને ટી-20 ની મેચ ક્રિકેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી. જો કે ધોની વનડે અને ટી-20 મેચ રમતા રહેશે. 'બેસ્ટ ફિનિશર' ના નામથી જાણીતા ધોનીની લીડરશીપમાં ટીમ ઇંડિયાએ વર્લ્ડ ટી-20 અને ક્રિકેટ વર્લ્ડ કપ ઉપરાંત ચેમ્પિયંસ ટ્રોફી પર પણ કબ્જો કર્યો અને ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં નંબર વન બની. અહીં વાંચો ધોની વિશે એ વાતો જે તમે કદાચ નથી જાણતા.

dhoni

ફૂટબોલથી પ્રેમ હતો શિક્ષકે બનાવી દીધા ક્રિકેટર

મહેન્દ્ર સિંહ ધોની જો ક્રિકેટ ના રમતો તો કદાચ ફૂટબોલર હોત. ધોની સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો અને ટીમમાં ગોલકીપર હતો. તેના ફૂટબોલ પ્રેમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ઇંડિયન સુપર લીગ (આઇએસએલ) ચેન્નઇ એસસી ટીમના માલિક છે. ધોનીના શિક્ષકે તેને ફૂટબોલના બદલે તેને ક્રિકેટમાં ધ્યાન આપવા કહ્યુ અને ધોની તેમની આશાઓ પર ખરા ઉતર્યા. ધોનીએ સ્કૂલના દિવસોથી જ ધૂંઆધાર ક્રિકેટ રમવાનું શરુ કરી દીધુ હતુ.

મોટર રેસિંગનો શોખ

ધોનીને મોટર રેસિંગનો ખૂબ શોખ છે. મોટર રેસિંગમાં તેણે માહિ રેસિંગ ટીમના નામથી એક ટીમ પણ ખરીદી છે. ધોનીને બાઇકિંગનો પણ ખૂબ શોખ છે અને તેની પાસે ઘણા અલગ અલગ મોડેલની બાઇક છે.

dhoni

લાંબા વાળ તેની ઓળખ

મહેન્દ્ર સિંહ ધોની જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા તો તેના લાંબા વાળ તેની ઓળખ હતા. તે પોતાની હેર સ્ટાઇલ માટે એટલા જાણીતા બન્યા કે પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ તેની પ્રશંસા કરી હતી. જો કે 2007 માં વર્લ્ડ ટી-20 જીત્યા બાદ ધોનીએ સતત પોતાની હેર સ્ટાઇલ બદલી છે. ધોની બોલીવુડ અભિનેતા જહોન અબ્રાહમના વાળના દીવાના છે અને એના લીધે જ તેણે વાળ વધાર્યા હતા.

ભારતીય સેનામાં જોડાવાનું સપનુ

મહેદ્ર સિંહ ધોનીને ઘણી વાર એવુ કહેતા સાંભળવામાં આવ્યા છે કે ભારતીય સેનામાં જોડાવાનું સપનુ તે બાળપણથી જોતા હતા. ધોનીને વર્ષ 2011 માં ભારતીય સેનામાં માનદ લેફ્ટેનેંટ કર્નલ બનાવવામાં આવ્યા.

dhoni

પેરા જંપ લગાવનાર પહેલા સ્પોર્ટ્સ પર્સન

મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2015 માં ભારતીય સેનાના પેરા રેજિમેંટથી પેરા જંપ લગાવનાર પહેલા સ્પોર્ટ્સ પર્સન બન્યા હતા. તેમણે પેરા ટૂપર ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લીધા બાદ લગભગ 15000 ફૂટની ઉંચાઇ પરથી પાંચ છલાંગ લગાવી હતી. જેમાં એક છલાંગ રાતે લગાવી હતી.

હમર જેવી મોંઘી કાર

મોંઘી કારો અને મોટરબાઇક્સના દીવાના ધોની પાસે હમર જેવી મોંઘી કાર છે. આ ઉપરાંત બે ડઝન બાઇક છે.

dhoni

ત્રણે ફોર્મેટમાં જલવો બતાવ્યો

ટીમ ઇંડિયાના સૌથી સફળ કેપ્ટન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં જલવો બતાવ્યો અને આઇસીસીની ત્રણ મોટી ટ્રોફી પર કબ્જો કર્યો. ધોનીની લીડરશીપમાં ટીમ ઇંડિયાએ વર્ષ 2007 માં આઇસીસી વર્લ્ડ ટી-20, વર્ષ 2011 માં ક્રિકેટ વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં આઇસીસી ચેમ્પિયનશીપ ટ્રોફી પર કબ્જો કર્યો.

ભારતીય રેલવેમાં ક્રિકેટર

ધોનીને રમતગમત કોટામાંથી પહેલી નોકરી ભારતીય રેલવેમાં ક્રિકેટર તરીકે મળી. બાદમાં તેમણે ક્રિકેટ પર ધ્યાન આપવા માટે નોકરી છોડી દીધી. એન શ્રીનિવાસનની કંપની ઇંડિયા સીમેંટ્સ સાથે પણ જોડાયા.

dhoni

કેપ્ટન તરીકે ખૂબ જ સફળ

વિદેશી ધરતીમાં મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે ખૂબ જ સફળ રહ્યા છે. વિદેશોમાં ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇંડિયાએ 331 મેચ રમી. ધોની એક માત્ર એવા કેપ્ટન રહ્યા છે જેમણે એક સાથે ત્રણે ફોર્મેટના 50 થી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરી છે. ધોનીએ ડિસેમ્બર 2014 માં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં ટેસ્ટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ધોનીની લીડરશીપમાં ટીમ ઇંડિયા ટેસ્ટમાં નંબર વન બની.

સાક્ષી રાવત સાથે લગ્ન

મહેન્દ્રસિંહ ધોનીનું નામ ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે જોડાયુ પરંતુ બધી અટકળોને ખોટી સાબિત કરીને ધોનીએ 4 જુલાઇ 2010 ના રોજ દહેરાદૂનની સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા. ધોની અને સાક્ષીની એક દીકરી પણ છે. તેનું નામ જીવા છે. ધોની સૌથી વધુ કમાણી કરતા ભારતીય ખેલાડી પણ બન્યા. ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવા સુધી તેમની વાર્ષિક કમાણી 150 થી 190 કરોડ રુપિયા હતી. ધોનીના ખાનગી જીવન પર વર્ષ 2016 માં 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી' નામની ફિલ્મ પણ બની.

English summary
Top 10 facts about cricketer mahendra singh dhoni's personal life.
Please Wait while comments are loading...