Umpire Murder : અમ્પાયરે આપ્યો નો બોલ, ખેલાડીએ ચાકુ મારી કરી હત્યા

Umpire Murder : વાર્તમાન સમયમાં આઈપીએલ ચાલી રહી છે. લોકોમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. આવામાં એક ચોંકાવનારો કિસ્સો ઓડિશામાંથી સામે આવ્યો છે. જ્યાં ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયરની નો બોલ આપવા બદલ હત્યા કરી દેવામાં આવી હતી.

ઘટનાની વિગતો મુજબ, રવિવારના રોજ ઓડિશાના કટકમાં 22 વર્ષીય લકી રાઉત નામના અમ્પાયરને એક અપીલ દરમિયાન ચાકુ મારી દીધું હતું. ઘટનાના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.

ટુર્નામેન્ટ દરમિયાનની ઘટના

ટુર્નામેન્ટ દરમિયાનની ઘટના

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ મેચ બે ટીમો બ્રહ્મપુર અને શંકરપુર વચ્ચેની ટુર્નામેન્ટ હતી. આ ઘટના સામે આવતા ગામમાં તંગદિલી

ફેલાઈ ગઈ હતી. આ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

અમ્પાયરના નિર્ણયથી આવ્યો ગુસ્સો

અમ્પાયરના નિર્ણયથી આવ્યો ગુસ્સો

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ ક્રિકેટ મેચ દરમિયાન શરૂ થયો હતો, જ્યારે અમ્પાયરે બ્રહ્મપુર ટીમ વિરુદ્ધ ખોટો નિર્ણય આપ્યોહતો.

અમ્પાયરના નિર્ણયથી નારાજ સ્મૃતિ રંજન રાઉત નામનો ગામનો યુવક ગુસ્સે થઈ ગયો અને લકી સાથે દલીલ કરવા લાગ્યો હતો.થોડી જ વારમાં ચર્ચા વિવાદમાં પરિણમી હતી.

ગંભીર રીતે ઘાયલ

ગંભીર રીતે ઘાયલ

આ દરમિયાન સ્મૃતિ રંજને મેદાનમાં છરી કાઢી અને અમ્પાયર પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. અમ્પાયરને ચાકુ મારવાથી ગંભીરરીતે ઈજા થઈ હતી, ત્યારબાદ તેને તાત્કાલિક એસસીબી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેનેમૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X