Vaibhav Suryavanshi Net Worth : કેટલી સંપતિનો માલિક છે વૈભવ સુર્યવંશી, જાણો નેટ વર્થ
Vaibhav Suryavanshi Net Worth : આજકાલ IPL 2025 માં વૈભવ સૂર્યવંશીના નામનો ડંકો વાગી રહ્યો છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે તેને ક્રિકેટ વિશ્વમાં પોતાની હાજરી પુરવાર કરી છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને લોકોનું ધ્યાન ખેંચી લીધું છે. આ શાનદાર ઈનિંગ પછી તે IPL ઈતિહાસમાં સૌથી ઝડપથી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

વૈભવનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના મોદીપુર ગામમાં થયો હતો. એ માત્ર 9 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવા લાગ્યો અને તે જ ઉંમરે એક ક્રિકેટ અકાદમીમાં પ્રવેશ લીધો. તેના શરૂઆતના દિવસોમાં તેના પિતા સંજીવ સૂર્યવંશીએ પોતે જ તેને ટ્રેનિંગ આપી.
2024ના IPL ઓકશનમાં રાજસ્થાન રોયલ્સે વૈભવને 1.1 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ માત્ર 30 લાખ હતી, છતાં પણ દિલ્હીને પાછળ રાખીને રાજસ્થાને તેના પર મોટી બોલી લગાવી.
ઓકશન દરમિયાન તેની ઉંમર માત્ર 13 વર્ષ હતી અને તેણે તાજેતરમાં રાજસ્થાન ટીમ સાથે પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હતો હતો. જન્મદિવસ પછી તેણે લખનૌ સામે મેચ રમીને IPLમાં ડેબ્યૂ પણ કર્યું.
IPLમાં અદભુત પ્રદર્શન બાદ વૈભવને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ઘણી ઓફર્સ મળવા લાગી છે. જો કે હાલ આ અંગે પૂરી માહિતી ઉપલબ્ધ નથી, પણ જાણકારોનું માનવું છે કે આગામી મહિનાઓમાં વૈભવ ઘણી બ્રાન્ડ્સના ચહેરા તરીકે જોવા મળશે. આ ઉપરાંત તેની સોશિયલ મીડિયા પોપ્યુલેરિટી પણ વધતી જઈ રહી છે, જેનાથી તેની કમાણીમાં વધારો થશે.
વૈભવની હાલની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ સુધી છે. તેમાં મોટો હિસ્સો IPLની કમાણીનો છે. IPL સિવાય વૈભવે બિહારની અંડર-19 ટીમ માટે રણજી ટ્રોફી અને વીનુ માંકડ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટોમાં પણ ભાગ લીધો છે. ગુજરાત સામેની સદી બાદ બિહારના મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકાર તરફથી તેને 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટ માટે એક નવી આશા બનીને ઊભો થયો છે. નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવવી સરળ નથી પણ વૈભવે પોતાનો દમ દુનિયાને દેખાડી દીધો છે. આગળ જઈને જો તે શિસ્ત અને મહેનત જાળવી રાખે તો નક્કી છે કે તે માત્ર IPLનું નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ભારતનું નામ ઉજળું કરશે.












Click it and Unblock the Notifications
