Video: કાંગારુની સ્લેઝિંગનો તોડ છે વિરાટ પાસે
સિડની, 25 માર્ચ: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને દેશની આશા એવા વિરાટ કોહલી વર્લ્ડકપના સેમીફાઈનલ મુકાબલા પહેલા આત્મવિશ્વાસથી ભરપુર છે. તેમને ટીમ ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવા માટે સમગ્ર તૈયારીઓ કરી લીધી છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે ટીમ ઇન્ડિયા આ વખતે ઇતિહાસ સર્જવાની છે. તેમણે જણાવ્યું કે વિશ્વકપ સેમીફાઇનલ અને ફાઇનલ માટે સિડની અને મેલબર્નથી સારુ કંઇ ના હોઇ શકે.

સ્લેઝિંગ પર વિરાટ કોહલીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના દરેક જોડનો તોડ રાખીએ છીએ અને તેમને રમત ઉપરાંત બીજી કોઇ વાતનો ફર્ક નથી પડતો. જ્યારે ટીમ ઇન્ડિયાના ઓપનર અને શાનદાર બેટ્સમેન રોહિત શર્માએ પણ સ્લેઝિંગ મામલામાં ખુલીને બોલ્યા છે. તેમણે જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાને સારી રીતે માલૂમ છે કે ઓસ્ટ્રેલિયાઇ ટીમ સ્લેઝિંગનો સહારો ચોક્કસ લેશે. પરંતુ આશા રાખું છું કે કાંગારુ આ દરમિયાન પોતાની લિમિટમાં રહેશે.
સાંભળો વીડિયોમાં વિરાટે શું કહ્યું...












Click it and Unblock the Notifications
