હેર કટ માટે અધધ આટલા રૂપિયા ચુકવે છે વિરાટ કોહલી, સામાન્ય પરિવારના છ મહિના નીકળી જાય
વિરાટ કોહલીના છક્કા-ચોક્કાના દિવાનાઓ દુનિયામાં છે. ઘણા લોકો વિરાટ કોહલીની સ્ટાઈલને ફોલો કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલી વાળ કપાવા માટે હજારો રૂપિયા ખર્ચે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી કે વિરાટ કોહલીએ રાશિદ સલામાનીને તેની નવી હેરસ્ટાઈલ માટે 80 હજાર રૂપિયા આપ્યા છે. હવે આલીમ હકીમને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી તેના વાળ કાપવા માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા ચૂકવે છે.

જો કે, વિરાટ કોહલી તેના વાળ બનાવવા માટે કેટલો ખર્ચ કરે છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી એક સમયે તેના વાળ પાછળ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા ખર્ચે છે.
જણાવી દઈએ કે, હાલ વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. IPLની આ સિઝનમાં વિરાટ કોહલી બેટમાં આગ લગાવી રહ્યો છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ 5 મેચમાં એવરેજથી 316 રન બનાવ્યા છે.
જો કે આરસીબીનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3 મેચ હારી છે, જ્યારે માત્ર પંજાબ કિંગ્સ સામે જીત મેળવી છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.












Click it and Unblock the Notifications
