વિરાટ કોહલીએ નાગરિકત્વ કાયદા અંગે પુછ્યો સવાલ, ભારતીય કેપ્ટને આપ્યો આ જવાબ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નાગરિકતા સુધારા કાયદા અંગે એકપક્ષીય ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને આ વિવાદિત કાય
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નાગરિકતા સુધારા કાયદા અંગે એકપક્ષીય ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને આ વિવાદિત કાયદા વિશે દેખાવો અને રાજકારણ વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, હું બેજવાબદાર વ્યક્તિની જેમ બોલીશ નહીં. કદાચ હું એવું કંઈક કહી શકું જે યોગ્ય નથી કારણ કે મને તેના વિશે વધુ ખબર નથી. આ અંગે મારો મત રજૂ કરવા માટે મારે શું થઈ રહ્યું છે તે વિશે માહિતગાર હોવું જરૂરી છે. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ હું આ અંગે મારો અભિપ્રાય આપી શકીશ.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી -20 મેચની શ્રેણી રવિવારથી શરૂ થશે. સિરાજની પહેલી મેચ આવતીકાલે ગુવાહાટીમાં થશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેમની પાસે નાગરિકત્વ કાયદો અને તેની સામેના વિરોધ વિશે સવાલ કરવામાં આવ્યા હતા. જેના પર તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે કાયદો જાણીતો નથી.
#WATCH Indian captain Virat Kohli on #CitizenshipAmendmentAct: I don't want to be irresponsible&speak on something that has radical opinions on both sides. I need to have total information&knowledge of what it means&what is going on, then be responsible to give my opinion on it. pic.twitter.com/Bli07MyLtq
— ANI (@ANI) January 4, 2020
જણાવી દઇએ કે ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરાયેલ વિવાદિત નાગરિકતા સુધારણા કાયદાનો દેશના ઘણા ભાગોમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પણ આ કાયદાની વિરુદ્ધ કરવામાં આવેલી રેલીઓમાં હિંસા થઈ છે. દેખાવોમાં 20 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. લોકો ધર્મ આધારિત નાગરિકત્વની જોગવાઈ અંગે વિરોધ કરી રહ્યા છે અને રસ્તાઓમાં ઉતરી રહ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
