Virat kohli record : વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મહારેકોર્ડ
Virat kohli record : વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. કોહલીને ICC દ્વારા વર્ષ 2022 માટે જાહેર કરવામાં આવેલી T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Virat kohli record : વિરાટ કોહલીની ગણતરી દુનિયાના મહાન ખેલાડીઓમાં થાય છે. કોહલીના નામે ઘણા વિરાટ રેકોર્ડ છે. આ સાથે તે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.

તાજેતરમાં વિરાટ કોહલીને ICC ટી20 ટીમ એફ ધ યરમાં સ્થાન મળ્યું છે. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ એવો રેકોર્ડ છે, જેને કોઇ ક્રિકેટર ભવિષ્યમાં તોડી શકશે નહીં.

કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ
ICC T20 ટીમમાં શામેલ થતા જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. ICCની ટેસ્ટ, T20 અને ODI ટીમમાં શામેલ થનારતે એકમાત્ર ક્રિકેટર છે.
કોહલીને ત્રણ વખત ટેસ્ટ અને 6 વખત ICC ODI ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. આ સાથે તે ચાર વખતODI ટીમનો કેપ્ટન તરીકે પણ પસંદ થયો હતો.

આઈસીસી ટીમોમાં અત્યાર સુધી વિરાટ કોહલી
ICC ODI ટીમ ઓફ ધ યર : 2012, 2014, 2016 (કેપ્ટન), 2017 (કેપ્ટન), 2018 (કેપ્ટન), 2019 (કેપ્ટન)
ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર : 2017 (કેપ્ટન), 2018 (કેપ્ટન), 2019 (કેપ્ટન)
ICC મેન્સની T20 ટીમ ઓફ ધ યર : 2022

વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે વિરાટ
વિરાટ કોહલી ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. વર્ષ 2022માં તેણે ટી20 ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા હતા. એશિયા કપ 2022માં તેણેઅફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી અને ફોર્મમાં પરત ફર્યો હતો. આ પછી ભારતે T20 વર્લ્ડ કપ 2022માં ઘણી મહત્વપૂર્ણ મેચોજીતી છે. તેણે T20 વર્લ્ડ કપમાં 296 રન બનાવ્યા હતા.

આ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન
ત્રણ ભારતીય ખેલાડીઓને વર્ષ 2022 માટે ICC T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. જેમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અનેહાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓએ ટી-20 ફોર્મેટમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે જ પાકિસ્તાનના બેખેલાડીઓને સ્થાન મળ્યું છે.

ICC T20 ટીમ ઓફ ધ યર 2022
જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમકુરાન, વાનિન્દુ હસરંગા, હરિસ રૌફ, જોશુઆ લિટલ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
