કોહલી: ‘આભાર ધોની ભાઇ, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો'

Subscribe to Oneindia News

ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ની કેપ્ટનશીપમાંથી રાજીનામુ આપી દીધુ છે. ધોનીના આ નિર્ણયની ઘણા લોકો પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો દુખી પણ છે. પરંતુ કેપ્ટન ધોનીની વિરાસતને આગળ વધારવાની જવાબદારી જેના ખભા પર છે તે હજુ પણ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના કેપ્ટન માને છે. ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટનશીપ છોડ્યા બાદ કહ્યુ કે તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.

dhoni virat

વિરાટ કોહલીએ ટ્વીટર પર ધોનીની કેપ્ટનશીપને યાદ કરતા કહ્યુ કે હંમેશા નેતૃત્વ કરવા માટે તમારો આભાર, એક યુવા જે તમારી આસપાસ રહેવા ઇચ્છે છે. કોહલીએ લખ્યુ કે ધોની ભાઇ તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. ઇંગ્લેંડ સાથે વનડે સીરિઝની પહેલા જે રીતે ધોનીએ કેપ્ટનશીપથી રાજીનામુ આપ્યુ તેણે દરેકને ચકિત કરી દીધા હતા. પરંતુ ટીમ ઇંડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યુ કે આ યોગ્ય સમયે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય છે.

પ્રસાદે કહ્યુ કે ધોનીએ આ નિર્ણય યોગ્ય સમયે લીધો છે. અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. વળી તેમણે એ વાતના પણ સંકેત આપ્યા કે તે આગામી ઇંગ્લેંડ સીરિઝ સામે ટીમનો હિસ્સો રહેશે. તેમણે કહ્યુ કે ધોનીની અંદર હજુ પણ ઘણુ ક્રિકેટ બાકી છે. તેમણે કહ્યુ કે જો ધોનીએ આ નિર્ણય એક વર્ષ કે છ મહિના પહેલા લીધો હોત તો મને આશ્ચર્ય થાત પરંતુ તેમણે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે વિરાટ કોહલીએ પોતાને કેપ્ટન તરીકે સાબિત કર્યો છે અને તે જવાબદારી લેવા માટે તૈયાર છે.

English summary
Virat Kohli thanks Mahendra Singh Dhoni after his resignation from captaincy. He says that you will always be my captain.
Please Wait while comments are loading...