RCB માટે 200 મેચ રમનાર પહેલો ખેલાડી બનશે વિરાટ કોહલી

RCB માટે 200 મેચ રમનાર પહેલો ખેલાડી બનશે વિરાટ કોહલી

આઈપીએલમાં વિરાટ કોહલી સફળ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યા છે. ફ્રેન્ચાઈઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હજી સુધી એકેય ટાઈટલ ભલે ના જીતવી શક્યા હોય પરંતુ ટી20 લીગમાં વિરાટ કોહલીએ પોતાના બેટથી અઢળક રેકોર્ડ્સ સ્થાપ્યા છે. હવે આજની ગેમમાં વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે.

virat kohli

વિરાટ કોહલી પોતાના કરિયરના એવા સ્ટેજ પર પહોંચી ગયા છે જ્યાં તેઓ જે મેચ રમે તેમાં તેઓ કોઈ રેકોર્ડ બનાવવાનું ચૂકતા નથી, પછી ભલેને તે આઈપીએલની મેચ હોય કે ઈન્ટરનેશનલ. આઈપીએલની 14મી સીઝનના બીજા ભાગમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેદાન-એ-જંગ થશે. કોહલી આજની મેચમાં એક વિરાટ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.

નોંધનીય છે કે વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. 199 મેચમાં તેમણે 130.41ની સ્ટ્રાઈક રેટ અને 37.97ની એવરેજથી 6076 રન ફટકાર્યા છે. 199 મેચમાં કોહલીએ 205 છગ્ગા અને 524 ચોગ્ગાની મદદથી 5 સદી અને 40 ફીફ્ટી ફટકારી છે.

RCB માટે 200 મેચ રમનાર કોહલી પહેલો ખેલાડી

આજની મેચ રમવા મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલીના નામે નવો એક રેકોર્ડ સ્થપાઈ જશે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 200 મેચ રમનાર પહેલો ખેલાડી બની જશે, અને કોઈ એક ફ્રેન્ચાઈઝ માટે 200 મેચ રમનાર પાંચમો ખેલાડી બની જશે. અગાઉ આ મામલે એમ એસ ધોની પહેલા નંબર પર છે, રોહિત શર્મા બીજા નંબર પર છે, દિનેશ કાર્તિક ત્રીજા નંબર પર છે અને સુરેશ રૈના ચોથા નંબર પર છે.

10 હજાર ટી20 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવી શકે છે વિરાટ કોહલી

આ ઉપરાંત વિરાટ કોહલી 10 હજાર ટી20 રનના માઈલસ્ટોનથી માત્ર 71 રન દૂર છે. 71 રન ફટકારતાની સાથે જ કોહલી 10000 ટી20 રન બનાવનાર ચોથો ખેલાડી બની જશે. ક્રિસ ગેલ (14261), કિરોન પોલાર્ડ (11174) અને શોએબ મલિક (10808) સૌથી વધુ ટી20 રન બનાવવાની રેસમાં આગળ છે. વિરાટ કોહલીએ કુલ 311 ટી20 મેચમાં 41.71 રનની એવરેજથી 9929 રન બનાવ્યા છે. ત્યારે આજે કોલકાતા સામેની ધાકડ મેચમાં વિરાટ કોહલી એક સાથે બે નવા રેકોર્ડ બનાવી શકે તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X