ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ત્રીજી મેચમાં 9 રેકોર્ડ બન્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ત્રીજી મેચમાં 9 રેકોર્ડ બન્યા
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ત્રીજી ટી20 મેચમાં ભારતને 12 રને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ મેચમાં 186 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ જવાબમાં 174 રન જ બનાવી શકી. આ મેચમાં, બંને ટીમના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું અને કુલ 9 રેકોર્ડ બનાવ્યા. નવા બનાવેલા રેકોર્ડ આ પ્રમાણે છે...

- આ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની નવમી ટી20 જીત છે. ભારતે 23માંતી 12 મેચ જીત્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ નવ મેચ જીતી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.
- આ ટી20 ક્રિકેટ જીતતાંની સાથે જ ભારતીય ટીમે સતત પાંચમી ટી20 સીરીઝ જીતી લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ ભારતે બાંગ્લાદેશ, વેસ્ટઈન્ડીઝ, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ જીતી હતી.
- વિરાટ કોહલીની કેપ્ટનીમાં ભારતે પાછલી સાત શ્રૃંખલાઓમાંથી છમાં જીત નોંધાવી છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રૃંખલામાં ડ્રો થયો હતો.
- આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ચોથી શ્રૃંખલા જીત છે. 9 મેચમાં ભારતે 4 અને ઓસ્ટ્રેલિયાએ 2 જીતી છે.
- ત્રીજી ટી20 મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કરિયરની 25મી ફીફ્ટી પૂરી કરી છે. વિરાટે આ મેચમાં 875 રન બનાવ્યા.
- ત્રીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાઈ વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડે પોતાના કરિયરની ત્રીજી ફીફ્ટી પૂરી કરી. મેથ્યૂ વેડે આક્રમક બેટિંગ કરતાં 80 રન બનાવ્યા.
- ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ મેચમાં પોતાના કરિયરની આઠમી ફીફ્ટી પૂરી કરી. મેક્સવેલે આક્રમક 54 રનની ઈનિંગ રમી.
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારે વિદેશોમાં સતત 10ટી 20 મેચ જીતવાની ભારતની ક્ષમતાને ચકનાચૂર કરી દીધી. ભારતે અગાઉ વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ત્રણ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચ જીત્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રૃંખલાના પહેલા બે મેચ જીત્યા હતા.
- ભારતના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં વનડે, ટેસ્ટ અને ટી20 શ્રૃંખલામાં જીતનાર પહેલા ભારતીય કેપ્ટન બની ગયા છે. વિરાટે અગાઉ 2018-19 પ્રવાસમાં વનડે અને ટેસ્ટ સીરીઝ જીતી હતી.












Click it and Unblock the Notifications
