West Indies Records : ભારતે ગૂમાવ્યો આ રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝે રચ્યો ઈતિહાસ, કોઇ ન કરી શક્યા એ કરી બતાવ્યું
West Indies Records : ફ્લોરિડાના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે નવો ઈતિહાસ રચ્યો હતો. પાંચમી અને અંતિમ ટી20 મેચમાં કેરેબિયન ટીમે હાર્દિકના યુવા ટીમ સામે 8 વિકેટે હારનો સ્વાદ ચાખ્યો હતો. સૂર્યકુમાર યાદવને બાદ કરતાં ભારતીય બેટિંગ ઓર્ડર પહેલા તો ખરાબ રીતે ફ્લોપ રહ્યો, ત્યારબાદ બોલરોએ શક્ય તેટલું ખરાબ પ્રદર્શન કર્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝે રચ્યો ઈતિહાસ - વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાંચમી T20 મેચમાં ભારતને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને પાંચ મેચની સિરીઝ 3-2થી જીતી લીધી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે કેરેબિયન ટીમે ભારતને હરાવ્યું હોય. એક-બે ખેલાડીઓને બાદ કરતાં હાર્દિકની યુવા સેના આખી સિરીઝમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.

બ્રેન્ડન કિંગે હારેલી મેચ જીતમાં ફેરવી - બ્રેન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટ વડે પાયમાલી મચાવી હતી. કિંગે નિર્ણાયક મેચમાં શરૂઆતથી જ ભારતીય બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. કેરેબિયન બેટ્સમેને 55 બોલમાં 85 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને ટીમને યાદગાર જીત અપાવી હતી.
કિંગને નિકોલસ પૂરનનો પણ સારો સાથ મળ્યો અને બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ભારતીય બોલિંગ આક્રમણ પુરન અને કિંગ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહ્યું હતું. પુરણે 35 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
માત્ર સૂર્યાના બેટમાંથી જ બન્યા રન - ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.
આવા સમયે, તિલક વર્મા સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને 27 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસન ફરી એકવાર બેટથી નિરાશ થયો અને માત્ર 13 રન જ બનાવી શક્યો. કેપ્ટન હાર્દિક પંડ્યાના ખાતામાં 14, જ્યારે અક્ષરે 13 રનનું યોગદાન આપ્યું હતું.
સામા છેડેથી સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઈનિંગ્સને સંભાળવાની સાથે, સૂર્યાએ મુક્તપણે શોટ બનાવ્યા અને 45 બોલમાં 61 રનની ઝડપી ઈનિંગ રમી હતી. સૂર્યાની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવી શકી હતી.
5 મેચની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ - ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ પહેલા રમાયેલી 5 મેચની ટી20 સિરીઝમાંથી ત્રણ વખત ટીમ જીતી છે અને એક સિરીઝ ડ્રો રહી છે. એટલે કે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા હવે બેકફૂટ પર જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન સિરીઝ હારીને ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ બગાડ્યો છે.
ભારત vs ન્યુઝીલેન્ડ (2019-20) : ટીમ ઈન્ડિયાએ 5-0થી સિરીઝ જીતી
ભારત vs ઈંગ્લેન્ડ (2020-21) : ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ જીતી
ભારત vs દક્ષિણ આફ્રિકા (2022) : શ્રેણી 2-2 થી ડ્રો
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (2022) : ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (2023) : ટીમ ઈન્ડિયાએ 2-3 થી સિરીઝ ગુમાવી












Click it and Unblock the Notifications
