For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન અને કોહલીમાં બેસ્ટ કોણ? માઈક્રોસોફ્ટના સીઈઓ નડેલાએ આપ્યો શાનદાર જવાબ

સચિન અને કોહલીમાં બેસ્ટ કોણ? માઈક્રોસોફ્ટના સીઈઓ નડેલાએ આપ્યો શાનદાર જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેનમાં સુનીલ ગાવસ્કર સચિન તેંડુલકર અને હવે વિરાટ કોહલી એવા નામ છે જેમની વચચે સરખામણી થતી રહે છે. જ્યારે સચિન રમે છે તો હંમેશા ગાવસ્કર સાથે તેમની સરખામણી કરવામાં આવતી હતી અને એવું માનવામાં આવતું હતું કે સચિનની વિદાઈ બાદ ભારતમાં કદાચ જ એવો બેટ્સમેન આવશે જે તેંડુલકરને પડકાર આપવાની ક્ષમતા રાખશે.

પરંતુ કોહલીએ ન માત્ર સચિન યુગ બાદ બેટ્સમેનોની દુનિયામાં પોતાનું વર્ચસ્વ હાંસલ કર્યું બલકે આજે તે સચિનની સમક્ષક ખેલાડી માનવામાં આવે છે. જેટલી તેજીથી આ સમયે ક્રિકેટ રમાઈ રહ્યું છે તેને જોતા કોઈ ખેલાડી પાસે પોતાના આંકડાને શાનદાર બનાવી રાખવાનો પડકાર હંમેશા રહે છે પરંતુ કોહલીએ આ કામ પણ સારી રીતે કર્યું.

સચિન અને કોહલીમાં કોણ સર્વશ્રેષ્ઠ?

સચિન અને કોહલીમાં કોણ સર્વશ્રેષ્ઠ?

હવે સવાલ એ છે કે સચિન અને કોહલીમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? આનો જવાબ આપવામાં કોઈપણ લેજેન્ડ સ્તરના ખેલાડીનો પરસેવો છૂટી શકે છે. બંને ખેલાડીનો સમય અલગ હતો પરંતુ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ આનો જવાબ આપવાની કોશિશ કરી છે. અન્ય ભારતીયોની જેમ નડેલાને પણ ક્રિકેટ પસંદ છે. જો કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોઈ એકને પડકાર માટે કહીએ તો તે પણ રમી ગયા પરંતુ તે બાદ જે કહ્યું તે શાનદાર હતું.

નડેલાના જવાબે દિલ જીત્યું

નડેલાના જવાબે દિલ જીત્યું

એક ચેટ દરમિયાન માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના અધ્યક્ષ અનંત માહેશ્વરીએ નડેલાને કોહલી અને તેંડુલકર વચ્ચે પસંદગી કરવા માટે કહ્યું. જેના પર નડેલાએ જવાબ આપ્યો- "આ ધર્મોને ચૂંટવા જેવો છે. હું ગઈ કાલમાં જઈને કહું તો સચિન અને આજના સમયમાં વિરાટ", નડેલાએ આવી રીતે એક શાનદાર જવાબ આપી પ્રશંસકોનું દિલ જીતી લીધું.

નડેલાના જીવનમાં ક્રિકેટનો રોલ

નડેલાના જીવનમાં ક્રિકેટનો રોલ

નડેલાના ક્રિકેટ પ્રત્યે પ્રેમ જગજાહેર છે. પોતાના પુસ્તક હિટ રિફ્રેશમાં તેમણે જણાવ્યું કે આવી રમતે તેમના પ્રોફેશન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યું.

"હું ગમે ત્યાં રહું, આ સુંદર ખેલ હંમેા મારા દિમાગમાં છે. નડેલાએ પોતાના પુસ્તકમાં ખુશી, યાદો, જટિલતાઓ અને ઉતાર-ચઢાવની અસીમ સંભાવનાઓ લખી છે."

તેમણે આ વાત પર પ્રકાશ નાખ્યો હતો કે કેવા પ્રકારે ક્રિકેટે તેમાં વિભિન્ન વિશેષતાઓનો સમાવેશ કર્યો છે, ટીમ વર્કથી લઈ જોશ સાથે કંપીટ કરવા સુધી.

અનિલ કુંબલે સાથે મીટિંગ

અનિલ કુંબલે સાથે મીટિંગ

માહેશ્વરી સાથે વાતચીત દરમિયાન નડેલાએ અનિલ કુંબલે સાથે પોતાની મીટિંગની વાત કરી, જેમની પાસે એક સ્ટાર્ટઅપ છે, સ્પેકટાકૉમ ટેક્નોલોજીજ.

જેમાં સેંસરને બેટમાં ફિટ કરવાની સાથે ગુણવત્તા, સ્વિંગ અને પૉવરના સંદર્ભમાં ડેટાને વાસ્તવિક સમયમાં એકત્ર કરવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ કેલાડીઓ, કોચ વગેરે દ્વારા કરવામાં આવી શકે છે જેથી પ્રદર્શન વધારી શકાય છે.

નડેલાએ કહ્યું, તેમણે મને બોલ લેવા દીધો અને છગ્ગા મારવા દીધા, મને જીવનમાં ફરી એકવાર આવું કરવાનો મોકો મળ્યો. મારું સપનું પૂરું થયું.

પસંદીત વિષય પર લોકોને દંગ કરી દીધા

પસંદીત વિષય પર લોકોને દંગ કરી દીધા

સ્કૂલમાં પોતાના પસંદીત વિષય વિશે પૂછવા પર નડેલાએ લોકોને આશ્ચર્યચકિત કર્યા જ્યારે તેમણે કહ્યું, "ઈતિહાસ." તેમણે કોડિંગની સરખામણી કવિતા સાથે પણ કરી.

"મને હંમેશાથી એવું લાગે છે કે કોડિંગ કવિતાની જેમ છે, આ માત્ર કૉમ્પેક્ટ અભિવ્યક્તિ છે. માટે મને લાગે છે કે કોડિંગ તમારી ઉદાર કળાની સાથોસાથ વિજ્ઞાનમાં, વાસ્તવમાં એક અંતર બનાવવા માટે પ્રેરિત કરી શકે છે."

આ દરમિયાન 52 વર્ષીય નડેલાએ કહ્યું કે તેઓ એ બધા પુસ્તકોને વાંચવા માંગે છે જે તેમણે ખરીદ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, આ રેકોર્ડ બનાવનાર પહેલા ભારતીયઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, આ રેકોર્ડ બનાવનાર પહેલા ભારતીય

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
who is best, sachin or kohli? satya nadella replied
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X