For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે રાહુલ તેવતિયા, જેની બેસ પ્રાઈસ હતી 20 લાખ, પણ વેચાયા 3 કરોડમાં

કોણ છે રાહુલ તેવતિયા, જેની બેસ પ્રાઈસ હતી 20 લાખ, પણ વેચાયા 3 કરોડમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત આઈપીએલમાં એવું મંચ છે જ્યાં દેશ- વિદેશોના ખેલાડીઓને ઓળખ બનાવવાનો, ચમકવાનો મોકો મળે છે. ટેલેન્ટ હોય તેવા ખેલાડીઓને સમાચારમાં છવાઈ જવાનો મોકો મળે છે. હાલ રાહુલ તેવતિયા સમાચારમાં છે જેઓ 13મી સીઝનમાં રાજસ્થઆન રોયલ્સમાં સામેલ છે. આમ તો તેવતિયા 2014થી આઈપીએલમાં છે, પરંતુ તેમના બેટે હવે કહેર દેખાડ્યો. તેતિયાએ સીઝનની 9મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ એક ઓવરમાં 5 છગ્ગા લગાવી ટીમને જીત અપાવી. આખરે કોણ છે આ રાહુલ તેવતિયા... આવો જાણીએ.

2018માં ચર્ચામાં આવ્યો

2018માં ચર્ચામાં આવ્યો

તેવતિયાએ પંજાબ વિરુદ્ધ 19 બોલમાં 8 રન બનાવ્યા હતા પરંતુ તેમણે તેજ રમવાનું શરૂ કર્યું. તેવતિયાએ 31 બોલમાં 53 રન બનાવી 223 રનના લક્ષ્યને હાંસલ કરવામાં જબરો સહયોગ આપ્યો. તેમની ઈનિંગમાં 7 છગ્ગા સામેલ રહ્યા. તેવતિયા એવા સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 2018માં આઈપીએલ માટે ખેલાડીઓની બોલી લાગી રહી હતી. એ સમયે તેમની બેસ પ્રાઈસ 20 લાખ હતી. તેમને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદે દિલચસ્પી દેખાડી હતી, પરંતુ અંતમાં દિલ્હી કેપિટલ્સે તેમને 3 કરોડમાં ખરીદ્યા હતા. પરંતુ બે સીઝન માદ એટલે કે પાછલા વર્ષે રાજસ્થાને તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા.

રાહુલ તેવતિયાએ 12 બોલમાં 45 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યુંરાહુલ તેવતિયાએ 12 બોલમાં 45 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી

7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી

તેવતિયાનો જન્મ 1973માં હરિયાણામાં થયો હતો. ડિસેમ્બર 2014માં તેવતિયાએ કર્ણાટક વિરુદ્ધ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ જૂના અંદાજના લેગ સ્પિનર છે જે બોલને હવામાં લહેરાવવાનું પસંદ કરે છે. તેવતિયાએ અત્યાર સુધી માત્ર 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેમણે 190 રન બનાવ્યા છે. જ્યારે આ દરમ્યાન તેમને 17 વિકેટ મળી છે. જ્યારે લિસ્ટ એમાં અત્યાર સુધી રમાયેલ 21 મેચમાં 27 વિકેટ લઈ ચૂક્યો છે. તેવતિયા મોટાભાગે ટી20 મેચ રમે છે. અત્યાર સુધીમાં 50 ટી20 મેચ રમી ચૂક્યો છે. લિસ્ટ એમાં તેનો મહત્તમ સ્કોર 91નો રહ્યો છે.

આઈપીએલમાં અત્યાર સુધીનું પ્રદર્શન

આઈપીએલમાં અત્યાર સુધીનું પ્રદર્શન

જણાવી દઈએ કે તેવતિયાએ 2014માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે રાજસ્થાન માટે કુલ 4 મેચ રમી હતી. પછી 2017માં કિંગ્સ ઈલેવન પંજાબે રાહુલને પોતાની ટીમમાં સામેલ કર્યો જ્યાં તેણે 3 મેચ રમી. પછી 2018-19માં તે દિલ્હી માટે કુલ 13 મેચ રમ્યો. હવે આઈપીએલ 2020માં રાજસ્થાને તેને મહત્વના ખેલાડી તરીકે અજમાવ્યો. તેવતિયાએ અત્યાર સુધી રમાયેલ 22 મેચમાં 17 વિકેટ અને 174 રન બનાવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
who is rahul tewatiya, profile, cricket records and ipl history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X