WI vs IND : ઈશાન કિશેને વેસ્ટ ઈન્ડિઝને ચટાડી ધૂળ, ભારતની શાનદાર જીત

WI vs IND : વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસ ODI મેચમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતે આ મેચને 7 વિકેટથી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 23 ઓવરમાં 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં રમતા ભારતે મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ટોસ જીત્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ફિંલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ આ નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ભારતીય બોલર્સે વેસ્ટ ઈન્ડિઝની એક પછી એક અનેક વિકેટો ખેરવી હતી. કાયલ મેયર્સ (2)થી વિકેટ પડવાની શરૂઆત થઇ હતી, જે અંત સુધી ચાલુ રહી હતી.

WI vs IND

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય સ્પિનર્સ જાડેજા અને કુલદીપ યાદવનો સામનો કરી શક્યા ન હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ તરફખી શાઈ હોપે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 43 રનની ઇનિંગ જોવા મળી હતી. તેમના સિવાય એલીક અથાન્જે અને બ્રેન્ડન કિંગે અનુક્રમે 22 અને 17 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સમગ્ર ટીમ 23 ઓવરમાં 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે 3 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર અને શાર્દુલ ઠાકુરને પણ 1-1 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે, મુકેશ કમરની આ ડેબ્યૂ મેચ હતી.

જે બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ગિલ અને ઈશાન કિશન ઓપન કરવા આવ્યા હતા. ગિલ 7 રન બનાવી જેડન સીલ્સનો શિકાર બન્યો હતો. તેના પછી સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે આવ્યો અને 19 રન બનાવી આઉટ થયો. એક છેડે ઈશાન કિશન ઊભો હતો. હાર્દિક પંડ્યા 5 રન બનાવીને રનઆઉટ થયો હતો. ધમાકેદાર બેટિંગ કરતા ઇશાન કિશને 45 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે બાદ 52 રન બનાવીને તે આઉટ થયો હતો.

ભારતીય બેટ્સમેનો નાના સ્કોર બાદ ફ્લોપ રહ્યા હતા. જોકે રોહિત શર્મા રમવા માટે પીચ પર ઉતર્યો અને કોહલી ડ્રેસિંગ રૂમમાં જ રહ્યો હતો. રોહિતે જાડેજા સાથે મળીને ટીમને 5 વિકેટે જીત અપાવી હતી. જાડેજાએ અણનમ 16 અને રોહિતે અણનમ 8 રન બનાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X