Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું Asia Cup 2022 ની ફાઇનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન? જાણો સમીકરણો

ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહી છે. એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આવા સમયે બીજી મેચમાં હોંગકોંગની ટીમને 40 રને હરાવ્યું હતું.

Asia Cup 2022 : ટીમ ઈન્ડિયા એશિયા કપમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહી છે. એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આવા સમયે બીજી મેચમાં હોંગકોંગની ટીમને 40 રને હરાવ્યું હતું. આ મેચ બાદ ભારત સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે.

એશિયા કપમાં 4 સપ્ટેમ્બર, રવિવારના રોજ ભારતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. આવા સમયે, આ બંને ટીમો ફાઇનલમાં પણ ટકરાઇ શકે છે. તો આવો જાણીએ તેના સમીકરણો વિશે.

પાકિસ્તાન હોંગકોંગ સામે રમશે

પાકિસ્તાન હોંગકોંગ સામે રમશે

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ આજે (2 સપ્ટેમ્બરે) હોંગકોંગ સામે મેચ રમશે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતશે, તો તે ગ્રુપI માંથી સુપર-4 માટે ક્વોલિફાય થઈ જશે.

આવી સ્થિતિમાં 4 સપ્ટેમ્બરના રોજ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી શાનદાર મેચજોવા મળી શકે છે.

ફાઈનલ મેચ યોજાઈ નથી

ફાઈનલ મેચ યોજાઈ નથી

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ હજૂ રમવાની બાકી છે. એશિયા કપમાં ભારતીય ટીમે હંમેશા પાકિસ્તાનની ટીમપાસેથી બાજી મારી છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 મેચ રમાઈ છે, જેમાં ભારતે 9 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર 5મેચ જીતી શક્યું છે.

આ સાથે જ ભારતે સૌથી વધુ 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાન માત્ર બે વખત જ એશિયા કપજીતવામાં સફળ રહ્યું છે.

અત્યાર સુધી આ ટીમો સુપર-4 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે

અત્યાર સુધી આ ટીમો સુપર-4 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે

ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયા છે. પાકિસ્તાન હોંગકોંગને હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કરી શકેછે.

સુપર 4માં તમામ ટીમો ત્રણ-ત્રણ મેચ રમશે, જેમાંથી બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે. Asia Cup 2022 ની ફાઇનલ મેચ 11સપ્ટેમ્બરના રોજ રમાશે.

ભારત અને પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ફાઈનલ મેચમાં ટકરાતી જોવા મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X