શર્મા-કોહલીના રિટાયર્મેન્ટ સાથે ભારતીય ટીમમાં થશે મોટા ફેરફાર
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીતીને આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો છે. આ જીત સાથે ભારતીય ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ સાથે સાથે હેડ કોચની પણ વિદાય થઈ છે.
આ જીતની ખુશીઓ વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. આ વર્લ્ડ કપ બાદ ભારતની T20 ટીમમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. T20 ટીમમાં કેપ્ટન અને કોચ પણ બદલાઈ જશે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બંને ખેલાડીઓએ ભારત માટે અંતિમ T20 મેચ ફાઈનલ રમી.
હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતની T20 ટીમમાં જોવા મળશે નહીં. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી. હવે તેની નિવૃત્તિ બાદ ટી20 ટીમને નવો કેપ્ટન મળશે.
રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ઘણીવાર ભારતીય T20 ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો છે. રોહિત શર્મા હતો ત્યાં સુધી કોઈ પણ T20 ટીમનો કાયમી કેપ્ટન નહોતો, હવે રોહિત બાદ ટીમને કાયમી કેપ્ટન મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોને ભારતની T20 ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવે છે.
વિરાટ કોહલીનું સ્થાન કોઈ ખેલાડી લઈ શકે તેમ નથી અને ન તો કોઈ ખેલાડી ટીમ ઈન્ડિયામાં આ જવાબદારી નિભાવી શકે. આ T20 વર્લ્ડ કપને બાદ કરતાં વિરાટ કોહલી T20માં પણ ભારત માટે ત્રીજા નંબર પર રમતો હતો.
આવી સ્થિતિમાં કોહલી બાદ ત્રીજા નંબરે રમતા ખેલાડીની જવાબદારી મોટી હશે. હવે ત્રીજા નંબર પર કયા ખેલાડીને તક આપવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
T20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં ભારતના કોચ હતા. હવે ટીમ ઈન્ડિયાને ત્રણેય ફોર્મેટમાં નવો કોચ મળશે. મુખ્ય કોચ માટે ગૌતમ ગંભીરનું નામ ખૂબ ચર્ચામાં છે. જો કે આ પોસ્ટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
