For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: પાછલા 8 વર્ષમાં પાકિસ્તાનના આ ફૅનને ટિકિટ અપાવે છે ધોની

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનનો મહામુકાબલો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જબાકી છે. આ દરમિયાન આ મેચ પહેલા જ આવો એક મુકાબલો યાદ આવે છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનનો મહામુકાબલો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જબાકી છે. આ દરમિયાન આ મેચ પહેલા જ આવો એક મુકાબલો યાદ આવે છે. જી હાં, આ પ્રકારની પરિસ્થિતિ પ્રમાણે અને મંચ પર આવી જ એક મેચ હતી. મેચ હતી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ. જેને જીતીને પાકિસ્તાને 1992 બાદ સૌથી મોટી વન ડે ટ્રોફી પોતાના નામે કરી લીધી. એક્ઝેટ બે વર્ષ બાદ મેનચેસ્ટના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં બંને ટીમો વધુ એક મોટી ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની કંડીશનમાં આમને સામને હશે. આ મેચ વર્લ્ડ કપ 2019ની સૌથી હાઈવોલ્ટેજ મેચ મનાઈ રહી છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત સાંભળીને જ તમે ચોંકી જશો, હાઈવોલ્ટેજ મુકાબલો થશે

'ચાચા શિકાગો' ના નામે જાણીતા છે બશીર

'ચાચા શિકાગો' ના નામે જાણીતા છે બશીર

આ મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના એક કિસ્સાને કારણે ચર્ચામાં આવ્યા છે. આ મામલો મેચથી હટીને એક ્કરિકેટ ફેન અંગેનો છે. ક્રિકેટના આ દીવાના ફેનનું નામ મોહમ્મદ બશીર છે, જે ચાા શિકાગોના નામે જાણીતા છે. બશીર આમતો પાકિસ્તાનના ક્રિકેટ ફેન છે, જે શિકાગોમાં રેસ્ટોન્ટ ચલાવે છે. ખાસ વાત એ છે કે 2011ના વર્લ્ડ કપ બાદ મહેન્દ્રસિંહ ધોની તેમને સતત મેચની ટિકિટ અપાવે છે.

ધોનીના પણ ફેન છે બશીર

ધોનીના પણ ફેન છે બશીર

બશીરને ધોની પર એટલો ભરોસો છે કે 16 જૂને થનારી મેચ જોવા માટે તે ટિકિટ વિના જ મેન્ચેસ્ટર પહોંચી ચૂક્યા છે. બશીને ભરોસો છે કે ધોની આ વખતે પણ તેમના માટે ટિકિટની વ્યવસ્થા કરી દેશે. તેમણે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે,'હું અહીં કાલે જ આવી ગયો હતો, મેં જોયું કે લોકો એક ટિકિટના 800થી 900 પાઉન્ડ ખર્ચી રહ્યા છે અને શિકાગો પાછા જવાનો ખર્ચ પણ એટલો જ છે. ધોનીનો આભાર એમના કારણે માટે ટિકિટ માટે મહેનત નથી કરવી પડતી.'

આ વખતે પણ મેચમાં દેખાશે

આ વખતે પણ મેચમાં દેખાશે

તમને જણાવી દઈએ કે ધોની અને કરાચીમાં જન્મેલા મોહમ્મદ બસીર વચ્ચેનો સંબંધ 2011માં વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની સેમીફાઈનલથી શરૂ થયો હતો. ત્યાર બાદ આ સંબંધ મજબૂત બનતો ગયો છે. બશીર માન્ચેસ્ટરમાં રમાનારી મેચ પહેલા ટિકિટ માટે આશ્વસ્ત છે. ખાસ વાત એ છે કે બશીર અને ધોની વચ્ચે ફોન પર ખૂબ ઓછી વાત થાય છે. તેઓ મોટા ભાગે મેસજથી વાત કરે છે. આ વખતે પણ બશીરે શિકાગોથી નીકળતા પહેલા જ ધોનીએ ટિકિટ માટે હા પાડી દીધી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019 know about dhonis special pakistani friend chacha chicago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X