World Cup 2023, AUS vs SA: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
World Cup 2023, AUS vs SA: આજે વિશ્વ કપમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વ કપ 2023ના 10 મી મેચ રમશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે 102 રને જીત મેળવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ ખૂબ જ કપરી કસોટી છે, અને બંને ટીમો વચ્ચેની દુશ્મનાવટ પણ ઘણી જૂની છે.

આવી સ્થિતિમાં આ મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે. મેચ બપોરે 2 કલાકે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. ઇકાનામાં સ્પિન બોલરોનું વર્ચસ્વ છે.
શું કહે છે રેકોર્ડ - ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત અને દક્ષિણ આફ્રિકા બે વખત જીત્યું હતું. જ્યારે એક મેચ ટાઈ રહી છે. જો ODIની વાત કરીએ, તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 108 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 50 અને દક્ષિણ આફ્રિકાએ 55 મેચ જીતી છે












Click it and Unblock the Notifications
