World Cup 2023, AUS vs SA: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ, જાણો શું કહે છે આંકડા?
World Cup 2023, AUS vs SA: આજે વિશ્વ કપમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં વિશ્વ કપ 2023ના 10 મી મેચ રમશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે. સામે છેડે, દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બીજી જીત નોંધાવવા એડીચોટીનું જોર લગાવશે.
દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે 102 રને જીત મેળવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ ખૂબ જ કપરી કસોટી છે, અને બંને ટીમો વચ્ચેની દુશ્મનાવટ પણ ઘણી જૂની છે.

આવી સ્થિતિમાં આ મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે. મેચ બપોરે 2 કલાકે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. ઇકાનામાં સ્પિન બોલરોનું વર્ચસ્વ છે.
શું કહે છે રેકોર્ડ - ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયા ત્રણ વખત અને દક્ષિણ આફ્રિકા બે વખત જીત્યું હતું. જ્યારે એક મેચ ટાઈ રહી છે. જો ODIની વાત કરીએ, તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 108 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 50 અને દક્ષિણ આફ્રિકાએ 55 મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઈંગ ઈલેવન : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
સાઉથ આફ્રિકા સંભવિત પ્લેઈંગ ઈલેવન : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, તબરાઈઝ શમ્સી












Click it and Unblock the Notifications
