World Cup 2023, Ban va NZ: આજે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ રમાશે વિશ્વ કપની 12 મેચ, જાણો પીચ રિપોર્ટ
World Cup 2023, Ban va NZ: હાલ ક્રિકેટ પ્રેમીઓ વિશ્વ કપના રંગે રંગાઇ ગયા છે. જેમાં આજે વિશ્વ કપની 12મી મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ ચેપોક એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 2 કલાકે શરૂ થશે.
ન્યુઝીલેન્ડની વાત કરીએ, તો આ ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. નેધરલેન્ડ સામેની મેચમાં ન્યુઝીલેન્ડે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને 99 રનથી જીત મેળવી હતી. જ્યારે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું.

બાંગ્લાદેશની વાત કરીએ, તો આ ટીમની સફર અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 6 વિકેટથી જીત મેળવી હતી, પરંતુ પછીની મેચમાં ટીમને ઈંગ્લેન્ડ સામે 137 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આજની મેચમાં ન્યુઝીલેન્ડ સતત ત્રીજી મેચ જીતીને વર્લ્ડ કપના આગામી તબક્કામાં પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે, ત્યારે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જવા પર નજર રાખશે. બાંગ્લાદેશ એક એવી ટીમ છે, જે કોઈપણ દિવસે મોટી ટીમને હરાવી શકે છે. તેથી આજની મેચ પર સૌની નજર રહેશે.
ચેન્નાઈના હવામાનની વાત કરીએ તો તે ગરમ થવા જઈ રહ્યું છે. અહીં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. ખેલાડીઓને બપોરે મેદાનમાં ગરમીનો સામનો કરવો પડી શકે છે. સ્પિનરે અહીં રમાયેલી પ્રથમ બે મેચમાં 17 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન: તનજીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન, મહેંદી હસન, મુસ્તફિકુર રહેમાન, તૌહીદ રિદોય, મહેંદી હસન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન, ડેરિયસ મિશેલ, ટોમ લાથન, ગ્લેન ફિલિપ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન/ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ












Click it and Unblock the Notifications
