ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હાર્દિક પંડ્યા થયો વર્લ્ડ કપથી બહાર
World Cup 2023 Hardik Pandya: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા એન્કલ ઈન્જરીને કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. તેમની જગ્યાએ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મોકો મળ્યો છે. 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઇ ગયો હતો.
જો કે હાર્દિકની ઈન્જરીમાં સુધારો ન થતાં તેમને ટૂર્નામેન્ટથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે આ બમણો ફટકો છે, કેમ કે હાર્દિકને ગુમાવી ટીમ ઈન્ડિયાને એક સશક્ત ઓલરાઉન્ડરની કમી ખટકશે સાથે જ હવે ટીમ ઈન્ડિયાએ માત્ર 5 બોલર સાથે રમી રહી છે.

બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી હતી. જે બાદ તેમણે તરત મેદાન છોડવું પડ્યું હતું. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપમાં 4 મેચ રમી છે. જેમાં તેણે 5 વિકેટ ચટકાવી. બેટિંગ માટે માત્ર તેમને એક મોકો મળ્યો હતો જેમાં તે 11 રન બનાવી અણનમ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
