World Cup 2023, IND vs NED: ભારતે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
World Cup 2023, IND vs NED: આજે વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાએ સતત 8 મેચ જીતીને ધમાકેદાર વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારતે નેધરલેન્ડ સામેની મેચમાં ટોસ જીત્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપમાં હજુ સુધી કોઈ ટીમ ટીમ ઈન્ડિયાને હરાવી શકી નથી. નેધરલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને બે મેચ જીતી છે.

આજની મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2 કલાકે રમાશે. બેંગ્લોરના હવામાનની વાત કરીએ તો અહીંનું વાતાવરણ ખુશનુમા રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. બેટ્સમેનોને અહીંની પિચ ગમે છે, અને આ પિચ પર મોટા સ્કોર બને છે. બીજી ઇનિંગ્સમાં પીચ પર ટર્ન જોવા મળે છે.
ભારતીય ટીમની વાત કરીએ, તો છેલ્લી મેચ બાદ ટીમને છ દિવસનો બ્રેક મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની મેચ બાદ ટીમ ઈન્ડિયાને આરામ કરવા અને પોતાની રણનીતિ બનાવવા માટે પૂરતો સમય મળ્યો છે. તેથી આજે ટીમ ફરી એકવાર તાજગી અને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ સતત મેચો જીતી રહી છે, તેથી ટીમમાં કોઈ ફેરફારની આશા નથી.
નેધરલેન્ડની ટીમ વિશે વાત કરીએ તો, મેક્સ ઓ'ડાઉડ એક ઉત્તમ ખેલાડી છે. જોકે, તે આ વર્લ્ડ કપમાં તેની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડની ટીમ સારી રમત બતાવીને બહાર થવા માંગશે. નેધરલેન્ડની ટીમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. શક્ય છે કે, ટીમ પાછલી મેચના પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરે.












Click it and Unblock the Notifications
