PAK કોચે ટીમના ખરાબ ફોર્મ માટે ભારતને ગણાવ્યું જવાબદાર, આ વિશે તમે શું કહેશો?

World Cup 2023, Ind vs Pak: પાકિસ્તાનના મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને વર્લ્ડ કપ 2023માં તેમની ટીમના ખરાબ પ્રદર્શન માટે ભારતમાં અજ્ઞાત પરિસ્થિતિઓને જવાબદાર ઠેરવી છે. બાંગ્લાદેશ સામેની મેચ પહેલા સોમવારના રોજ મીડિયા સાથે વાત કરતા ગ્રાન્ટે જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ અમારા માટે વિદેશી પરિસ્થિતિઓમાં રમવા જેવી છે.

અમારો કોઈપણ ખેલાડી આ પહેલા અહીં રમ્યો નથી. અમે અમારા દરેક વિરોધીઓ માટે ઘણું હોમવર્ક કર્યું હતું અને દરેક મેચ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે, અહીંનું દરેક મેદાન અમારા માટે નવું છે.

World Cup 2023, Ind vs Pak

ગ્રાન્ટે એ પણ કબૂલ્યું હતું કે, આદર્શ રીતે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટની તૈયારી ચાર વર્ષ અગાઉથી શરૂ થાય છે, પરંતુ પાકિસ્તાનની ટીમે છ મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને ક્રિકેટની ODI બ્રાન્ડ રમવાનું શરૂ કર્યું હતું. ગ્રાન્ટે એ પણ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કે, વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ખિતાબ માટે પ્રબળ દાવેદાર હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X